SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ સંબોધ પ્રકરણ પાંચ. ઘ્રાણેંદ્રિયના સુગંધ અને દુર્ગંધ એમ બે. ચક્ષુરિંદ્રિયના કાળો, ધોળો, રાતો, પીળો અને લીલો એમ પાંચ. શ્રોતેંદ્રિયના સચિત્ત, અચિત્ત અને મિશ્ર એમ ત્રણ. (જીવા પ્રયત્નથી ઉત્પન્ન થતા શબ્દો સચિત્ત. પુદ્ગલોના અથડાવા આદિથી ઉત્પન્ન થતા શબ્દો અચિત્ત અને જીવનો પ્રયત્ન અને પુદ્ગલો એ બેથી ઉત્પન્ન થતા શબ્દો મિશ્ર છે. જેમ કે– જીવ વાજિંત્ર વગાડે) આમ કુલ ૨૩.વિષયો છે. ૨૫ પડિલેહણા दिट्ठिपडिलेहणा एगा, छउड्डपक्खोडं तिगतिगंतरिया । अक्खोडपमज्जणया नव नव पणवीस पडिलेहा ॥ १ ॥ ૧ દૃષ્ટિ, ૬ ઊર્ધ્વ, પકોડા, ત્રણ ત્રણને આંતરે ૯ અખ્ખોડા અને ૯ પ્રમાર્જના (ત્રણ ત્રણ અખ્ખોડાના આંતરે ત્રણ ત્રણ પ્રમાર્જના, અર્થાત્ પહેલાં ત્રણ અખ્ખોડા, પછી ત્રણ પ્રમાર્જના, બીજીવાર ત્રણ અખ્ખોડા પછી ત્રણ પ્રમાર્જના, ત્રીજી વાર ત્રણ અખ્ખોડા પછી ત્રણ પ્રમાર્જના) એ પ્રમાણે વસ્ત્રની પડિલેહણા છે. પહેલાં વસ્ત્રને સામે પહોળું કરીને બંને બાજુ જોવું તે દૃષ્ટિ પડિલેહણા છે. ત્યાર પછી વસ્ત્રને તે જ રીતે પહોળું રાખીને જમણી તરફના વસના છેડાને ત્રણ વાર ખંખેરવો તે પહેલા ત્રણ પુરિમ છે. પછી ડાબી તરફના વસ્ત્રના છેડાને ત્રણવાર ખંખેરવો તે બીજા ત્રણ પુરિમ છે. પછી જમણા હાથમાં વધૂટક કરીને (=વસ્રના ઉપરના ભાગને આંગળીઓ વચ્ચે દબાવીને વજ્રને લટકતું રાખીને) વસ્ત્રને ડાબા હાથ ઉ૫૨ હથેળી તરફથી કોણી તરફ ત્રણ ટપાથી કોણી સુધી લઇ જવું એ ત્રણ અખોડા છે. પછી વસ્ત્રને એ જ રીતે પકડેલું રાખીને કોણી તરફથી હથેળી તરફ પ્રમાર્જન કરતાં કરતાં આંગળીઓ સુધી લઇ જવું એ ત્રણ પ્રમાર્જના (પખ્ખોડા) છે. ફરી એ જ રીતે ત્રણ અખ્ખોડા અને ત્રણ પ્રમાર્જના કરવી. ફરી ત્રીજીવાર એ જ રીતે ત્રણ અખ્ખોડા અને ત્રણ પ્રમાર્જના કરવી. આમ ૨૫ પડિલેહણા છે. આ પડિલેહણા ૨૫ બોલપૂર્વક કરવી જોઇએ. વસ્ત્રની ૨૫ પડિલેહણા વખતે ક્રમવાર મનમાં બોલવા યોગ્ય (=ચિંતવવા યોગ્ય) બોલ આ પ્રમાણે છે— For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy