________________
પરિશિષ્ટ
૩૧૩
(૧૭) તૃણસ્પર્શ વસ્ત્રોના અભાવે કે વસ્ત્રો થોડા અથવા ટૂંકા હોવાથી તૃણ-ઘાસ વગેરે પાથરીને સૂવે, તૃણના કર્કશ સ્પર્શને સહન કરે, કિંતુ કોમળ તૃણની (સ્પર્શની) ઇચ્છા ન કરે.
ન
(૧૮) મેલ– ઉનાળાના તાપથી થતા પરસેવાને યોગે સર્વ અંગોમાંથી ઝરતા મેલથી ઉત્તમ મુનિ ઉદ્વેગ ન પામે. સ્નાનને ન ઇચ્છે અને મેલને ન ઉતારે, કિંતુ (શરીરની અશુચિતાનું તથા વસ્તુના તે તે ધર્મનું ધ્યાન કરતો) સમતાથી સહન કરે.
(૧૯) સત્કાર– ઉત્તમ મુનિ મારો કોઇ સત્કાર, જેવો કે—‘સામે ઊભા રહેવું, પૂજન કરવું, દાનાદિ વિનય કરવો' વગેરે કરે એવું ઇચ્છે નહિ, તેવો સત્કાર જો કોઇ ન કરે, તો દીન થાય નહિ, તેમ જો કરે, તો હર્ષ પણ ન કરે. (કિંતુ તે સત્કાર ચારિત્રધર્મનો થાય છે, એમ સમજી તેમાં સન્માન-પ્રીતિ વધારે.)
(૨૦) પ્રજ્ઞા– પ્રજ્ઞાવંત મુનિ પોતાની પ્રજ્ઞાના (બુદ્ધિના) ઉત્કર્ષથી અહંકાર ન કરે, કિંતુ અધિક જ્ઞાનીઓની અપેક્ષાએ પોતે અજ્ઞાન છે, એમ સમજીને તેઓનો વિનય કરે તથા અલ્પ જ્ઞાનવાળાઓ પ્રત્યે અનાદર ન કરતાં વાત્સલ્ય કરે.
(૨૧) અજ્ઞાન– (જો ભણી શકે નહિ, તો) ‘હું ભણી શકતો નથી’ અને જો જ્ઞાની હોય, તો ‘હું જ્ઞાન-ચારિત્રવાળો તો છું પણ છદ્મસ્થ હોવાથી ઘણો અજ્ઞાની છું' એવો ખેદ ન કરે, ‘જ્ઞાનની પ્રાપ્તિ ક્રમથી થાય છે' એમ સમજી પુરુષાર્થ કરે અને અજ્ઞાનને સમતાથી સહન કરે.
(૨૨) સમકિત— શ્રી જિનેશ્વરો, તેઓએ કહેલાં શાસ્ત્રવચનો, તથા જીવ, અજીવ, ધર્મ, અધર્મ, પરભવ, વગેરે ભાવો પરોક્ષ છતાં મિથ્યા નથી, એમ માનતો સમકિતને પામેલો ઉત્તમ મુનિ ‘તે સર્વ સત્ય છે’ એમ ચિંતવે, કોઇના પ્રયત્નથી ચલિત ન થાય.
ઇંદ્રિયના ૨૩ વિષયો
સ્પર્શનેંદ્રિયના હલકો-ભારે, રૂક્ષ-સ્નિગ્ધ, સુંવાળો-કર્કશ, શીત-ઉષ્ણ એમ આઠ. રસનેંદ્રિયના ખાટો, મીઠો, કડવો, તીખો અને તુરો એમ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org