________________
૩૧૦ .
સંબોધ પ્રકરણ વાર ઉતરે તો શબલ થાય. ૧૩. એક માસમાં ત્રણ વાર કપટ-માયા કરવાથી શબલ, અહીં અનાચરણીય આચરીને લજ્જા (ભયાદિ)થી ગુરુને નહિ કહેલું–છૂપાવવું, તે માયા-કપટ સમજવું. ૧૪. ઇરાદાપૂર્વક (હિંસાથી નિરપેક્ષ, એક-બે અથવા ત્રણવાર લીલી વનસ્પતિના અંકુરા વગેરે તોડવા, ઈત્યાદિ પ્રાણાતિપાત હિંસા કરવી, ૧૫. ઈરાદાપૂર્વક એક-બે કે ત્રણ વાર જુઠું બોલવું, ૧૬. ઇરાદાપૂર્વક એક-બે કે ત્રણ વાર અદત્ત વસ્તુ લેવી, ૧૭. ઈરાદાપૂર્વક ભીની, કીડી, મંકોડી વગેરેનાં ઇંડાવાળી, ત્રસ જીવવાળી કે સચિત્ત બીજ(કણાદિવાળી જમીન ઉપર તથા સચિત્ત પત્થર કે કીડાઓએ ખાધેલા (કીડાવાળા) લાકડા ઉપર કંઈ પણ આંતરા વિના સીધો સંઘટ્ટો થાય તેમ (આસનાદિ પાથર્યા વિના જ) ઊભા રહેવું-બેસવું, ૧૮. ઇરાદાપૂર્વક નિર્વસ પરિણામથી મૂળ-કંદપુષ્પ-ફળ વગેરે લીલી વનસ્પતિનું ભોજન કરવું, ૧૯. એક વર્ષમાં દશ વાર દગલેપ કરવા (નાભિ સુધી પાણીમાં ઉતરવું), ૨૦. એક વર્ષમાં દશ વાર માયા-કપટ કરવું (ભૂલો કરીને છૂપાવવી) અને ૨૧. (ઇરાદાપૂર્વક) સચિત્ત પાણીથી ભીંજાયેલા-ગળતા જળબિંદુવાળા હાથ કે પાત્રવાળા દાતાર પાસેથી વહોરીને વાપરવું.
૨૨ પરીષહો. મોક્ષમાર્ગમાં સ્થિર-દઢ-અચલ થવા માટે તથા કર્મોની નિર્જરા માટે વારંવાર સહન કરવામાં આવે, તે પરીષહ કહેવાય. તે ૧. સુધા, ૨. તૃષા, ૩. શીત, ૪. ઊષ્ણ, ૫. ડાંસ-મચ્છરાદિના દંશ, ૬. નગ્નપણું (અચલક), ૭. અરતિ, ૮. સ્ત્રી, ૯. ચર્યા (વિહાર), ૧૦. આસન, ૧૧. શયા (ઉપાશ્રય), ૧૨. આક્રોશ, ૧૩. વધ, ૧૪. યાચના, ૧૫. અલાભ, ૧૬. રોગ, ૧૭. તૃણસ્પર્શ ૧૮. મેલ, ૧૯. સત્કાર, ૨૦. પ્રજ્ઞા, ૨૧. અજ્ઞાન અને ૨૨. સમ્યગ્દર્શન, એમ બાવીશ છે, તેનો જય એટલે પરાભવ કરવો તે સાપેક્ષ યતિધર્મ છે. યોગશાસ્ત્ર (પ્રકાશ-૩ શ્લો૦ ૧૫૩)ની ટીકામાં પરીષહોનું સ્વરૂપ કહ્યું છે કે
(૧) ક્ષુધા-ભૂખથી પીડાવા છતાં શક્તિમાન સાધુ એષણાસમિતિમાં દોષ ન સેવે, કિન્તુ દીનતા-વિવળતા વિના જ માત્ર આજીવિકાના ધ્યેયથી અપ્રમત્તપણે આહારાદિ માટે ફરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org