________________
પરિશિષ્ટ
૩૧૧ (૨) તૃષા- વિહાર કરતાં માર્ગે તૃષાથી પીડાવા છતાં તત્ત્વનો જાણ મુનિ દીનતા છોડીને ચાલે, ઠંડા (કે સચિત્ત) પાણીની ઇચ્છા ન કરે; જો મળે, તો અચિત્ત પાણીને ઇચ્છ.
(૩) શીત– ઉત્તમ મુનિ ઠંડીથી પરાભવ પામવા છતાં વૃક્ષોની છાલ કે બીજાં સુતરાઉ વગેરે વસ્ત્રોના અભાવમાં પણ અકથ્ય વસ્ત્રને ન સ્વીકારે અને અગ્નિની સહાય પણ ન લે.
(૪) ઉષણ– ગરમીથી પીડાવા છતાં મુનિ તેની નિંદા, છાયાનું સ્મરણ, વિંઝણો, પંખો કે હવા વગેરેનો ઉપયોગ અને શરીરે પાણી છાંટવું વગેરે શીતળ ઉપચારો પણ ન કરે.
(૫) મચ્છર અને ડાંસ– કરવા છતાં “સર્વ જીવોને આહાર પ્રિય છે એમ સમજતો જ્ઞાની મુનિ તેની ઉપર દ્વેષ કે ત્રાસ ન કરે, ઉડાડે નહિ, ઉપેક્ષા કરે અને પીડાને સમભાવે સહન કરે.
(6) નગ્નતા– જીર્ણ અને તુચ્છ વસ્ત્રો પહેરવા છતાં મુનિ “મારે વસ્ત્ર નથી, અથવા ખરાબ છે, અથવા સારું છે' ઇત્યાદિ વસ્ત્રના રાગ-દ્વેષમાં મૂંઝાય નહિ, પણ લાભાલાભમાં (લાભાંતરાયકર્મના) ક્ષયોપશમની : વિચિત્રતાનો જાણ અચેલક પરીષહને સહન કરે, કુવિકલ્પો ન કરે. - (૭) અરતિ– ધર્મથી અનુભવાતા આરામમાં આનંદ માનતો મુનિ ચાલવામાં, ઊભા રહેવામાં કે બેસી રહેવામાં, કદાપિ અરતિ (ખેદ) ન કરે, કિંતુ (ચિત્તની) સ્વસ્થતાનો જ અનુભવ કરે.
(૮) સ્ત્રી દુર્ગાનના સેવન(કારણ)રૂપ કાદવથી ભરેલી અને તેથી મોક્ષપુરીના દરવાજાની સાંકળતુલ્ય (મોક્ષમાં પ્રતિબંધક) સ્ત્રીનો વિચાર માત્ર કરવાથી પણ ધર્મનો નાશ થાય છે એમ સમજતો મુનિ સ્ત્રીના ભોગનો વિચાર પણ ન કરે.
(૯) ચર્યા (વિહાર)– કોઈ ગામ, શહેર વગેરે સ્થાને સ્થિર નહિ રહેતાં સ્થાન વગેરેના પ્રતિબંધથી મુક્ત મુનિ (ગચ્છવાસને પૂર્ણ કરીને પડિયા વગેરે) વિવિધ અભિગ્રહો કરીને એકલો પણ વિચરે. - (૧૦) આસન- સ્ત્રી, પશુ અને નપુંસકો વગેરે ભાવકાંટાઓથી રહિત સ્મશાન, (પર્વતની ગુફા) વગેરેને આસન માનીને નિર્ભય અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org