________________
પરિશિષ્ટ
૩૦૯ પોણા ભાગના ગુણવાળો ધર્મયોગ્યતામાં મધ્યમ પાત્ર છે અને અડધા ગુણવાળો ધર્મ માટે જઘન્ય યોગ્યતાવાળો સમજવો. જેનામાં તેટલા પણ ગુણો નથી, તેને આ ધર્મરત્વ પામવા માટે દરિદ્ર સમાન સમજવો.
૨૧ શબલ સ્થાનો ચારિત્રના (મૂળથી વિરાધના નહિ પણ) દોષો સેવવારૂપ મલિનતા, તેને કરનારાં એકવીશ નિમિત્તોને “શબલ' કહ્યાં છે. તેમાં ૧. હસ્તક્રિયા કરવા-કરાવવારૂપ અબ્રહ્મનું સેવન, ૨. અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારરૂપે દિવ્યાદિ દવ-મનુષ્ય અને તિર્યંચનું) ત્રિવિધ મૈથુનનું સેવન અર્થાત્ એ ત્રિવિધ મૈથુનને અંગે અતિક્રમાદિ ત્રણ દોષોનું સેવન, (અહીં નિષ્કારણ અતિક્રમાદિ ચારેયને સેવનારો વિરાધક કહ્યો છે અને કારણે અતિક્રમાદિ ત્રણને સેવનારો શબલ છે, એમ ભેદ સમજવો. આગળના ભેદોમાં પણ એ વિવેક સમજવો.) ૩. ભોજનના–“૧. દિવસનું લીધેલું દિવસે, ૨. દિવસનું લાવેલું રાત્રે, ૩. રાત્રે લીધેલું દિવસે અને ૪. રાત્રે લીધેલું રાત્રે વાપરવું.—એ ચાર ભાંગામાં પહેલો ભાંગો શુદ્ધ છે, શેષ ત્રણ ભાંગા રાત્રિભોજનરૂપ છે. તેને માટે અતિક્રમાદિ દોષો સેવવા તે શબલ જાણવું. ગાઢ કારણે તો જયણાથી રાત્રે સંનિધિ વગેરે રાખવા છતાં દોષ મનાતો નથી. ૪ થી ૧૦માં ૧. આધાર્મિક, ૨. રાજપિંડ, ૩. ક્રિીતપિંડ, ૪. પ્રામિયકપિંડ, ૫. અભ્યાહતપિંડ, ૬. આચ્છેદ્યપિંડ અને ૭. પ્રત્યાખ્યાત દ્રવ્ય ભોજનત્યાગ કરેલો પિંડ, એ સાત પ્રકારનાં દૂષિત-અકથ્ય દ્રવ્યોને નિષ્કારણ ભોગવવામાં અતિક્રમ વગેરે ત્રણ દોષો સેવવા તે. અહીં પણ વિશિષ્ટ કારણ વિના અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર કે અનાચાર સેવનાર શબલ નહિ પણ વિરાધક જાણવો. ૧૧. જ્ઞાનાદિ પ્રયોજન વિના છ મહિનામાં એક ગણથી બીજા ગણની (ગચ્છની) નિશ્રામાં જવું, ૧૨. એક મહિનામાં ત્રણ વાર “દગલેપ=નાભિ જેટલા પાણીમાં ઉતરવું. અહીં અર્ધ જંઘા સુધી પાણીમાં ઉતરવું તે “સંઘ', નાભિ સુધી પાણીમાં ઉતરવું તે દગલેપ' અને એથી વધારે ઉંડુ ઉતરવું તે “લેપોપરિ' કહેવાય છે. તેમાં એક માસમાં વધુમાં વધુ બે વાર “દગલેપ” ઉતરી શકાય, જો ત્રણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org