________________
૩૦૮ :
સંબોધ પ્રકરણ (૧૧) મધ્યસ્થ સૌમ્યદૃષ્ટિ– રાગ-દ્વેષરહિત હોવાથી યથાસ્થિત વસ્તુતત્ત્વનો વિચારક. અર્થાત્ હેય-ઉપાદેયના વિવેકવાળો, નિઃપક્ષપાતી, સત્યનો ગ્રાહક.
(૧૨) ગુણરાગી- (ગુણ)-ગુણીનો પક્ષપાત કરનાર, નિર્ગુણીની ઉપેક્ષા કરનાર, પ્રાસગુણની રક્ષામાં તથા નવા ગુણની પ્રાપ્તિમાં ઉદ્યમવાળો. (૧૩) સત્કથક-ધર્મકથાની રુચિવાળો અને વિકથામાં અસચિવાળો.
(૧૪) સુપયુક્ત– આજ્ઞાંકિત, ધર્મ, સદાચારી અને ધર્મકાર્યોમાં સહાયક એવા પરિવારવાળો.
(૧૫) સુદીર્ઘદર્શી– સૂક્ષ્મ વિચારપૂર્વક-જેનું પરિણામ સુંદર જણાય તેવાં કાર્યો કરનારો.
(૧૬) વિશેષજ્ઞ– પક્ષપાત વિના વસ્તુના ગુણ-દોષને સમજનારો. (૧૭) વૃદ્ધાનુગ– નાના કે મોટા શુદ્ધ-પરિણત બુદ્ધિવાળા જે સદાચારી હોય તે વૃદ્ધ કહેવાય, તેવા ઉત્તમ પુરુષોની સેવા કરનારો અને તેઓની શિખામણને અનુસરનારો.
(૧૮) વિનીત- મોક્ષનું મૂળ વિનય છે-એમ સમજી અધિકગુણીનો વિનય કરનારો.
(૧૯) કૃતજ્ઞ- બીજાએ કરેલા ઉપકારને વિસરે નહિ-પ્રત્યુપકાર કરવાની ભાવનાવાળો.
(૨૦) પરહિતાર્થકારી– નિઃસ્વાર્થ પરોપકારકરણ સ્વભાવવાળો. (દાક્ષિણ્ય ગુણવાળો પ્રાર્થના કરનાર પ્રત્યે ઉપકાર કરનારો હોય અને આ ગુણવાળો પરની પ્રાર્થના વિના સ્વભાવથી જ પરહિતમાં રક્ત હોય, એમ ભેદ સમજવો.)
(૨૧) લબ્ધલક્ષ્ય-ચતુર, ધર્મવ્યવહારને જલદી સમજનારો; એટલે કે–જેને સહેલાઇથી ધર્મ-અનુષ્ઠાન શીખવી શકાય તેવો.
ઉપર પ્રમાણે એકવીશ ગુણયુક્ત જે હોય તેને ઉત્તમોત્તમ જૈનધર્મરૂપ ધર્મરત્નને (પામવા) ગ્રહણ કરવામાં યોગ્ય કહ્યો છે. અહીં કહ્યું છે કે–સંપૂર્ણ એકવીશ ગુણવાળો ધર્મપ્રાપ્તિ માટે ઉત્તમ પાત્ર છે, ચતુર્થાશ ગુણહીન એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org