________________
પરિશિષ્ટ
૩૦૭ ગુરુસંબંધી, ૮. લૌકિક ધર્મસંબંધી, ૯. લોકોત્તર દેવસંબંધી, ૧૦. લોકોત્તર ગુરુસંબંધી, ૧૧. લોકોત્તર ધર્મસંબંધી, ૧૨. ધર્મને અધર્મ માને, ૧૩. અધર્મને ધર્મ માને, ૧૪. જીવને અજીવ માને, ૧૫. અજીવને જીવ માને, ૧૬. મૂર્તિને અમૂર્ત માને, ૧૭. અમૂર્તને મૂર્તમાને, ૧૮. સાધુને અસાધુ માને, ૧૯. અસાધુને સાધુ માને, ૨૦. માર્ગને ઉન્માર્ગ માને, ૨૧. ઉન્માર્ગને માર્ગ માને.
શ્રાવકના ૨૧ ગુણો (૧) અક્ષુદ્ર– ઉતાવળીયો અને છીછરો નહિ, પણ ઉદાર, ધીર અને ગંભીર.
(૨) રૂપવાન- પાંચેય ઈન્દ્રિયોથી પૂર્ણ-ખોડરહિત અવયવોથી પરિપૂર્ણ અને સમર્થ શરીરવાળો.
(૩) પ્રકૃતિસૌમ્ય સ્વભાવથી જ પાપકર્મ નહિ કરનારો, શાંત સ્વભાવથી બીજાઓને પણ ઉપશમનું કારણ.
(૪) લોકપ્રિય- નિંદા, જુગાર, શિકાર વગેરે શાસ્ત્રોમાં કહેલાં લોકવિરુદ્ધ કાર્યોને નહિ કરનારો, દાન-વિનયાદિ સદાચારયુક્ત.
(૫) અપૂર-પ્રશસ્ત ચિત્તવાળો, કષાય-ક્લેશ વિનાનો, જેનું ચિત્ત પ્રસન્ન હોય.
(૬) ભીરુ– આલોક-પરલોકના દુઃખોથી અને અપયશ કલંકથી ડરનારો.. . (૭) અશઠ– વિશ્વાસનું પાત્ર, કોઇને નહિ ઠગનારો, પ્રશંસાને યોગ્ય, ભાવથી ધર્મ કરનારો.
(2) સુદાક્ષિણ્ય- બીજાની પ્રાર્થનાનો ભંગ નહિ કરતાં સ્વકાર્ય છોડીને પણ તેનું કાર્ય કરનારો. , ૯) લજ્જાળુ- અયોગ્ય કાર્યો કરતાં લજજા પામનારો અને અંગીકાર કરેલા કાર્યને પૂર્ણ કરનારો.
(૧૦) દયાળુ- દુઃખી, દરિદ્રી અને ધર્મરહિત વગેરે પ્રાણીઓ પ્રત્યે દયાના પરિણામવાળો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org