________________
સંબોધ પ્રકરણ
૩૦૬
થવું, ૧૧. બીજાનો અવર્ણવાદ બોલવો (નિંદાદિ કરવું), ૧૨. કોઇ દોષિતને પણ વારંવાર ‘તું ચોર છે, તું દ્રોહી છે, તું કપટી છે', વગેરે કહેવું. ૧૩. શાંત થયેલા કષાયોની પુનઃ ઉદીરણા કરવી, ૧૪. શાસ્ત્રનિષિદ્ધ કાળે સ્વાધ્યાય કરવો, ૧૫. હાથ-પગ સચિત્ત રજથી ખરડાયેલા છતાં પ્રવૃત્તિ કરવી, ૧૬. રાત્રિ વગેરેમાં (દિવસે પણ) અવિવેકથી ઊંચા સ્વરે બોલવું, ૧૭. કલહ (વાક્કલહ) કરવો, ૧૮. ઝંઝા એટલે ગચ્છમાં (સાધુઓમાં) પરસ્પર ભેદ પડાવવો, ૧૮. સૂર્યાસ્ત સુધી આહાર-પાણી વગેરે વાપરવાં અને ૨૦. એષણાસમિતિનું પાલન ન કરવું. આ વીશ અસમાધિનાં કારણોને સેવવા.
તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કરવાનાં ૨૦ સ્થાનો ૧. અરિહંત, ૨. સિદ્ધ, ૩. પ્રવચન (ચતુર્વિધ સંઘ), ૪. આચાર્ય, ૫. સ્થવિર, ૬. ઉપાધ્યાય, ૭. સાધુ, ૮. જ્ઞાન, ૯. દર્શન, ૧૦. વિનય, ૧૧. ચારિત્ર, ૧૨. બ્રહ્મચર્ય, ૧૩. ક્રિયા, ૧૪. તપ, ૧૫. ગૌતમ, ૧૬. જિન, ૧૭. ચરણ, ૧૮. અભિનવજ્ઞાન, ૧૯. શ્રુતજ્ઞાન, ૨૦. તીર્થ. પૂજાના ૨૧ પ્રકાર
૧. સ્નાત્ર, ૨. વિલેપન, ૩. વિભૂષણ (આંગી, આભરણ વગેરે), ૪. પુષ્પો, પ. માળા, ૬. ધૂપ, ૭. દીપ, ૮. ફળ, ૯. અક્ષત (ચોખા), ૧૦. (નાગરવેલનાં) પત્ર, ૧૧. સોપારી (હથેળીમાં મૂકવારૂપ ફળ), ૧૨. નૈવેદ્ય, ૧૩. જળ (ભરેલા ઘડા વગેરેનું સ્થાપન), ૧૪. વસ્ત્રો (ચંદરવા, પુંઠીયા, તોરણ બાંધવાં), ૧૫. ચામર, ૧૬. છત્ર, ૧૭. વાજિંત્ર (વગાડવા), ૧૮. ગીત, ૧૯. નાટ્ય (નાચ કરવો), ૨૦. સ્તુતિ (સ્તવનછંદ-સ્તોત્ર બોલવા) અને ૨૧. ભંડાર ભરવો (ભંડારમાં યથાશક્ય ઝવેરાત, રોકડ વગેરે ધન નાખવું.) એ એકવીસ પ્રકારે શ્રીજિનરાજની પૂજા દેવો-દાનવો (મનુષ્ય વગેરે)ના સમૂહે હંમેશા કરી છે.
૨૧ પ્રકારના મિથ્યાત્વ
૧. આભિગ્રહિક, ૨. અનાભિગ્રહિક, ૩. સાંશિયક, ૪. આભિનિવેશિક, ૫. અનાભોગિક, ૬. લૌકિક દેવસંબંધી, ૭. લૌકિક
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org