________________
પરિશિષ્ટ
૩૦૫
(૧૫) શિરઃકંપ— યક્ષથી અધિષ્ઠિત પુરુષની જેમ મસ્તકને કંપાવતો કાયોત્સર્ગ કરે.
(૧૬) મૂક— આડ પડતી હોય વગેરે પ્રસંગે મૂંગા માણસની જેમ હું છું કરે.
(૧૭) અંગુલિ-બ્રૂ- આલાવાઓને (=નવકાર વગેરેને) ગણવા માટે આંગળીઓ ફેરવે. યોગોની શાંતિ માટે નેત્રનાં ભવાં આમ તેમ ફેરવે.
વિશેષાર્થ કોઇને નેત્રના ભવા સ્થિર રાખવાથી અકળામણ થતી હોય અને તેથી મનમાં શાંતિ ન રહેતી હોય. આથી મનોયોગની શાંતિ માટે નેત્રના ભવાં આમ તેમ ફેરવે.
ન
(૧૮) વારુણી— વારુણી એટલે સુરા (દારૂ). કાયોત્સર્ગમાં રહેલો જીવ સુરાની જેમ અવ્યક્ત બુડ બુડ.અવાજ કરે.
(૧૯) પ્રેક્ષા— કાયોત્સર્ગમાં અનુપ્રેક્ષા કરતો જીવ વાનરની જેમ હોઠ હલાવ્યા કરે.
૨૦ અસમાધિસ્થાનો
સમાધિ એટલે ચિત્તની સ્વસ્થતા-મોક્ષમાર્ગમાં સ્થિરતા-દૃઢતા, તેનો અભાવ તે અસમાધિ. તેનાં સ્થાનો એટલે આશ્રયો-નિમિત્તો તે સ્વ-પરને અસમાધિ પેદા કરનારા હોવાથી તેને અસમાધિસ્થાનો કહ્યાં છે. તે આ પ્રમાણે વીંશ છે. ૧. જલદી જલદી (અયતનાથી) ચાલવું વગેરે, ૨. અપ્રમાર્જિત સ્થાને બેસવું-સૂવું ઇત્યાદિ, ૩. જેમ-તેમ પ્રમાર્જેલા સ્થાને બેસવું વગેરે. ૪. શાસ્ત્રાજ્ઞાથી વધારે શય્યા વાપરવી, ૫. શાસ્ત્રાજ્ઞા ઉપરાંત વધારે આસન વાપરવું. (અહીં ઉપલક્ષણથી વસ્ત્ર-પાત્રાદિ સર્વ ઉપકરણો પણ અધિક વાપરવાં તે દોષ સમજી લેવો.) ૬. રત્નાધિક (વડીલ)નો પરાભવ (અપમાનાદિ) કરવો, ૭. સ્થવિરનો' ઉપઘાત (વિનાશ) કરવો, ૮. પૃથ્વીકાયાદિ ભૂતોની એટલે જીવોની હિંસા કરવી, ૯. ક્ષણિક (સંજ્વલન) કોપ કરવો, ૧૦. લાંબા કાળ સુધી ક્રોધને વશ
૧. સ્થવિરોના ત્રણ પ્રકારો છે. એક-સમવાયાંગસૂત્ર સુધીના જ્ઞાતા શ્રુતસ્થવિર. બીજા–વીશ વર્ષના દીક્ષાપર્યાયવાળા પર્યાયસ્થવિર અને ત્રીજા-સાઇઠ અથવા સીત્તેર વર્ષની વયવાળા વયસ્થવિર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org