________________
૩૦૪
સંબોધ પ્રકરણ (૪) માળ– માળ એટલે માળિયું. માળિયાને મસ્તકનો ટેકો દઈને કાયોત્સર્ગ કરે.
(૫) શબરી– શબરી એટલે ભીલડી. જેવી રીતે વસ્રરહિત ભીલડી હાથોથી ગુપ્ત અંગોને ઢાંકે તેમ હાથોથી ગુપ્ત ભાગનેઢાંકીને કાયોત્સર્ગકરે. (૬) વધૂ- કુલવધૂની માફક મસ્તક નીચું રાખીને કાયોત્સર્ગ કરે. (૭) નિગડ– નિગડ એટલે બેડી. પગોમાં બેડી હોય તેમ પગોને પહોળા કરીને કે ભેગા કરીને કાયોત્સર્ગ કરે.
(૮) લંબત્તર-અવિધિથી ચોલપટ્ટાને ઉપરનાભિમંડલની ઉપર રાખીને અને નીચે જાનુ સુધી રાખીને કાયોત્સર્ગ કરે. (ચોલપટ્ટો નાભિથી ચાર આંગળ નીચે અને જાનથી ચાર આંગળ ઉપર રાખવાનો મૂળ વિધિ છે.)
(૯) સ્તન–ડાંસ-મચ્છર આદિ ન કરડે એ માટે અથવા અજ્ઞાનતાથી ચોલપટ્ટાથી સ્તનોને ઢાંકીને કાયોત્સર્ગ કરે.
(૧૦) ઊર્વી– ઊર્વી એટલે ગાડાની ઉધ (કે ઉધ). ઉધ ગાડાનું આગળનું એક અંગ છે. તે પ્રારંભમાં જરાક સાંકડું હોય પછી ક્રમશઃ જરા જરા પહોળું હોય છે. ગાડાની ઉધની જેમ બંને પગની પેનીઓને ભેગી કરીને અને આગળથી પગ પહોળા કરીને કાયોત્સર્ગ કરે એ બાહ્ય ઊર્વી દોષ જાણવો. બંને પગના અંગૂઠા ભેગા કરીને અને બહારથી પેનીઓને પહોળી કરીને કાયોત્સર્ગ કરે તેને અત્યંતર ઊર્ધ્વ દોષ કહ્યો છે.
(૧૧) સંયતી– સાધ્વીની જેમ આખા શરીરે કપડો કે ચોલપટ્ટો ઓઢીને કાયોત્સર્ગમાં રહે.
(૧૨) ખલિન– ખલિન એટલે ઘોડાના મોઢામાં રહેતું ચોકડું. તેની જેમ રજોહરણની દશીઓ આગળ (અને દાંડી પાછળ) રહે તે રીતે રજોહરણ પકડીને કાયોત્સર્ગ કરે.
(૧૩) વાયસ- વાયસ એટલે કાગડો. ભમતા ચિત્તવાળો જીવ કાયોત્સર્ગમાં કાગડાની જેમ દષ્ટિને ફેરવે.
(૧૪) કપિત્થ– કપિત્થ એટલે કોઠો. જુના ભયથી (=જુ કરડે એવા ભયથી) ચોલપટ્ટાને કોઠાની જેમ ગુંચળાવાળું કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org