________________
પરિશિષ્ટ
૩૦૩ સમજવા. દીક્ષાને માટે તે ત્રણેય પણ અયોગ્ય છે, કારણ કે–તેવાઓને દીક્ષા આપવાથી લોકમાં શાસનની-સાધુતાની હલકાઈ થાય.
(૧૬) પરાધીન– જે ધન લઈને કે વિદ્યા વિગેરે ગ્રહણ કરવાના નિમિત્તે અમુક કાળ સુધી બીજાનો બંધાયેલો હોય તેવો પરાધીન-અવબદ્ધ જાણવો. એવાને દીક્ષા આપવાથી કલહ વિગેરે થવાનો સંભવ હોવાથી તે પણ અયોગ્ય સમજવો.
(૧૭) ચાકર– અમુક રૂપિયા' વિગેરે પગાર લઈને ધનિકને ઘરે નોકરી કરવા માટે રહેલો. તેને દીક્ષા આપવાથી પણ તે તે ધનિકાદિને અપ્રીતિ થાય એથી અયોગ્ય જ સમજવો.
(૧૮) શૈક્ષનિષ્ફટિકા- શૈક્ષ એટલે જેને દીક્ષા આપવાની ઇચ્છા હોય તેનું નિષ્ફટિકા' એટલે અપહરણ કરવું તેને શૈક્ષનિષ્ફટિકા કહી છે. એથી જેને માતા-પિતાદિએ રજા ન આપી હોય તેનું પણ અપહરણ કરીને દીક્ષા આપવી તે પણ “શૈક્ષનિષ્ફટિકા' થાય, માટે અપહરણ કરાયેલો પણ અયોગ્ય સમજવો, કારણ કે–અપહરણથી તેના સ્વજનાદિને કર્મબંધ થવાનો સંભવ રહે અને દીક્ષા આપનારને અદત્તાદાન (ચોરી) વિગેરે દોષનો પ્રસંગ બને. આ અઢાર દોષો પુરુષને અંગે સમજવા.
- ૧૯ કાયોત્સર્ગના દોષો ઘોટક, લતા, સ્તંભ-કુષ્ય, માળ, શબરી, વધુ, નિગડ, લંબુત્તર, સ્તન, ઊર્ધ્વ, સંયતી, ખલિન, વાયસ, કપિત્થ, શિરડકંપ, મૂક, અંગુલી, ભૂ, વાણી અને પ્રેક્ષા. કાયોત્સર્ગના આ ૧૯ દોષોનો ત્યાગ કરવો.
(૧) ઘોટક– ઘોટક એટલે અશ્વ. અશ્વની જેમ બે પગો વિષમ રહે (વાંકા, ઊંચા કે નીચા રહે) તેમ શરીર રાખીને કાયોત્સર્ગ કરે, અર્થાત્ પગની જિનમુદ્રા ન કરે. | (૨) લતા– લતા એટલે વેલડી. ઉગ્ર પવનના સંગથી જેમ વેલડી હાલે તેમ કાયોત્સર્ગમાં શરીર હાલે.
(૩) સ્તંભ-કુડચ- સ્તંભ એટલે થાંભલો. થાંભલાને ટેકો દઈને કાયોત્સર્ગ કરે. કુષ્ય એટલે ભીંત. ભીંતને ટેકો દઈને કાયોત્સર્ગ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org