SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ સંબોધ પ્રકરણ વિશેષાર્થ— પાંચ ઇંદ્રિય, મન-વચન-કાયા એ ત્રણ બળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ એમ દશ પ્રાણો છે. સંજ્ઞી પંચેંદ્રિયને દશે ય પ્રાણો હોય છે. અસંજ્ઞી પંચેંદ્રિયને મન સિવાય નવ પ્રાણો હોય છે. ચરિંદ્રિયને મન-કાન સિવાય આઠ પ્રાણો હોય છે. તેઇંદ્રિયને મન-કાન-આંખ સિવાય સાંત પ્રાણો હોય છે. બેઇંદ્રિયને મન-કાન-આંખ-નાક સિવાય છ પ્રાણો હોય છે. એકેંદ્રિયને સ્પશનેંદ્રિય, કાયબળ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ એ ચાર પ્રાણો હોય છે. (૪૪) ૨૦ भूजलजलणानिलवण, बितिचउर पणिदि अजीवे य १० । पेहु ११ प्पेह १२ पमज्जण १३-परि १४ मणतिय १७ असंजमं चयइ ॥ ४५ ॥ બ્રૂ-ના-ગ્વનનાઽનિન-વળ-દ્વિ-ત્રિ-રતુમ્પશ્ચન્દ્રિયડનીને ૬ । प्रेक्षोपेक्षा - प्रमार्जन - परिष्ठापना मनस्त्रिकेऽसयमं त्यजति ॥ ४५ ॥ ५५५ ગાથાર્થ– પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઇંદ્રિય, તેઇંદ્રિય, ચરિંદ્રિય અને પંચેન્દ્રિય, અજીવ, પ્રેક્ષા, ઉપેક્ષા, પ્રમાર્જન, પરિષ્ઠાપના અને મન-વચન-કાયા સંબંધી અસંયમનો ત્યાગ કરે. એમ સત્તર પ્રકારે સંયમ છે. .... વિશેષાર્થ– પૃથ્વીકાયસંબંધી સંરંભ, સમારંભ, આરંભનો મનવચન-કાયાથી કરવું-કરાવવું-અનુમોદવું એમ નવ પ્રકા૨થી ત્યાગ કરવો એ પૃથ્વીકાયસંયમ છે. આ પ્રમાણે પંચેંદ્રિય સુધી સમજવું. પુસ્તક વગેરે અજીવને પ્રતિલેખન-પ્રમાર્જનપૂર્વક લેવા-મૂકવાથી અજીવસંયમ થાય. આંખોથી નિરીક્ષણ કરવાપૂર્વક બેસવા વગેરેની પ્રવૃત્તિ કરવી તે પ્રેક્ષાસંયમ છે. પાપવ્યાપારમાં ગૃહસ્થની ઉપેક્ષા કરવી, અર્થાત્ તું ગામની ચિંતા વગેરે ઉપયોગપૂર્વક કર તેમ ઉપદેશ ન આપવો તે ઉપેક્ષાસંયમ છે. રજોહરણ વગેરેથી પ્રમાર્જના કરવાપૂર્વક બેસવા વગેરેની પ્રવૃત્તિ કરવી એ પ્રમાર્જનાસંયમ છે. બિનજરૂરી વસ્તુનો અથવા જીવોથી યુક્ત ભિક્ષા આદિનો જંતુથી રહિત ભૂમિમાં શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ત્યાગ કરવો તે પરિષ્ઠાપના(=પારિષ્ઠાપનિકા)સંયમ છે. મનની દ્રોણ, ઇર્ષ્યા, અભિમાન વગેરે દોષોથી નિવૃત્તિ અને ધર્મધ્યાનમાં પ્રવૃત્તિ એ મનસંયમ છે. વચનની કઠોર વચન આદિથી નિવૃત્તિ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005625
Book TitleSambodh Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy