________________
સંબોધ પ્રકરણ
૨૯૬
(૧૫) ભક્તપરિશા— ભક્તપરિજ્ઞા એટલે જીવનપર્યંત તિવિહાર કે ચોવિહાર અનશન. ભક્તપરિજ્ઞાથી થતું મરણ તે ભક્તપરિજ્ઞા મરણ. ભક્તપરિજ્ઞામાં પરિકર્મ (ઉઠવું, બેસવું વગેરે શારીરિક ક્રિયા) સ્વયં કરી શકે છે, અને બીજા પાસે પણ કરાવી શકે છે. સાધ્વીઓ પણ એનો સ્વીકાર કરી શકે છે. કહ્યું છે કે—
“સર્વ સાધ્વીઓ, પ્રથમ સંઘયણ રહિત 'સર્વ સાધુઓ અને સર્વ દેશવિરતિધરો પણ પચ્ચક્ખાણથી એટલે કે ભક્તપરિજ્ઞા અનશનપૂર્વક મરે છે.” (વ્યવહાર ઉ.૧૦, ગા.૫૨૭)
(૧૬) ગિની— ઇંગિત (=નિયત કરેલા) પ્રદેશમાં મરણ તે ઇંગિની મરણ. આમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય છે. ઉર્તન (=પાસુ બદલવું) વગેરે શરીરકર્મ સ્વયં કરી શકે, પણ બીજાઓની પાસે ન કરાવી શકે. તથા નિયત કરેલા પ્રદેશથી બહાર ન જઇ શકાય. વિશિષ્ટ ધૈર્યવાળા મહાત્મા જ આનો સ્વીકાર કરી શકે.
(૧૭) પાદપોપગમન– પાદપ એટલે વૃક્ષ. ઉપગમન એટલે સ્થિરતાધર્મની અપેક્ષાએ પાસે જવું, અર્થાત્ જે મરણમાં સ્થિરતા ધર્મની અપેક્ષાએ વૃક્ષની સમીપે જવાનું હોય–વૃક્ષની જેમ જીવનપર્યંત સ્થિર રહેવાનું હોય તે પાદપોપગમન મરણ. જેમ પડી ગયેલું વૃક્ષ જેવી સ્થિતિમાં પડ્યું હોય તેવી જ સ્થિતિમાં રહે છે=સ્વયં સ્થિતિને બદલવાનો પ્રયત્ન કરતું નથી, તેમ આ અનશનમાં પ્રથમ જેવી સ્થિતિમાં હોય તેવી જ સ્થિતિમાં જીવનપર્યંત રહેવાનું હોય છે. આ અનશનને પ્રથમ સંઘયણવાળા અને અતિશય વિશિષ્ટ ધૈર્યના અભ્યાસવાળા મહાત્મા સ્વીકારી શકે. આ અનશનમાં કોઇ પણ જાતનું પરિકર્મ ન કરી શકાય, યાવત્ આંખને ઉઘાડવા-મિંચવાનો પ્રયત્ન પણ ન કરી શકાય. વૃક્ષની જેમ સ્વયં ભૂમિમાં પડીને (સદા એક પડખે સૂઇને) ધ્યાનમાં રહેવાનું હોય છે. સત્તરપ્રકારી પૂજા
૧. સ્નાનવિલેપન (પ્રક્ષાલ વિલેપન, નવાંગે કેસર-ચંદન વગેરે)થી શરીરના અંગોની પૂજા. ૨. ચક્ષુયુગલ અને વસ્ત્ર (પ્રતિમાને ચક્ષુ અને ૧. પ્રથમ સંઘયણવાળા સાધુઓ ત્રણે અનશનનો સ્વીકાર કરી શકે, માટે અહીં પ્રથમ સંઘયણ રહિત એમ કહ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org