________________
પરિશિષ્ટ
૨૯૫
(૬) અંતઃશલ્ય— માયા, નિદાન અને મિથ્યાત્વ એ ત્રણ શ૨ી૨માં રહેલા શલ્યની જેમ દુઃખનું કારણ હોવાથી શલ્ય છે. જે જીવ આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના માયા આદિ શલ્યથી સહિત મરણ પામે તેનું મરણ અંતઃશલ્ય મરણ છે. કહ્યું છે કે–
“રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવ એ ત્રણ ગારવ રૂપ કાદવમાં ખૂંચેલા જે સાધકો દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં લાગેલા અતિચારોને આચાર્ય આદિની પાસે પ્રગટ કરતા નથી તેમનું મરણ શલ્ય સહિત થાય છે. (૧) જીવો શલ્ય સહિત મરણથી મરીને અતિશય ભયવાળા, દુરંત અને દીર્ઘ એવા સંસારરૂપ અરણ્યમાં લાંબા કાળ સુધી ભમે છે.”
(૭) તદ્ભવ— તે જ ભવમાં મરણ તે તદ્ભવ મરણ. વિવક્ષિત તે જ ભવમાં મોક્ષમાં જનારાઓનું મરણ તદ્ભવ મરણ છે. તેવા જીવો ગર્ભજ મનુષ્ય, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા અને કર્મભૂમિમાં જ જન્મેલા હોય છે, અને કોઇક જ હોય છે.
(૮) બાલ– અવિરત જીવનું મરણ. (૯) પંડિત— સર્વવિરતિધરોનું મરણ. (૧૦) બાલપંડિત— દેશવિરતિધરોનું મરણ.
(૧૧) છદ્મસ્થ—છદ્મ એટલે ઘાતી કર્મ. ઘાતી કર્મોમાં રહે તે છદ્મસ્થ. છદ્મસ્થોનું=મતિ વગેરે જ્ઞાનવાળાઓનું મરણ તે છદ્મસ્થ મરણ.
(૧૨) કેવલી– કેવલ એટલે સંપૂર્ણજ્ઞાન, અર્થાત્ ક્ષાયિકજ્ઞાન, તે જ્ઞાન જેમને છે તે કૈવલી-કેવળજ્ઞાની. કેવળજ્ઞાનીઓનું મરણ તે કેવલીમરણ.
(૧૩) વૈહાયસ— વિહાયસ એટલે આકાશ. આકાશમાં થનારું મૃત્યુ તે વૈહાયસ. ગળે ફાંસો નાંખીને આકાશમાં લટકતા જીવનું મરણ તે વૈહાયસ મરણ.
(૧૪) ગૃધ્રુપૃષ્ઠ— ઉડતા અને નીચે ઉતરતા ગીધ વગેરે પક્ષીઓથી વ્યાપ્ત અને અતિ ઘણી મસ્તકની ખોપરીઓથી અપવિત્ર એવી સ્મશાનભૂમિમાં પડીને ગીધ વગેરે પક્ષીઓની ચાંચથી ખંડિત થઇનેફોલાઇને કોઇનું મરણ થાય તે ગૃપૃષ્ઠ મરણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org