________________
૨૯૪
*
સંબોધ પ્રકરણ
૧૦ મરણ. ૧. અવીચિ, ૨. અવધિ, ૩. અંત્ય, ૪. વલમ્મરણ, ૫. વિશાર્ત, ૬. અંતઃશલ્ય, ૭. તદ્ભવ, ૮. બાલ, ૯. પંડિત, ૧૧. બાલપંડિત, ૧૧. છ%D, ૧૨. કેવલી, ૧૩. વૈહાયસ, ૧૪. ગૃધ્રપૃષ્ઠ, ૧૫. ભક્તપરિજ્ઞા, ૧૬. ઇંગિની અને ૧૭. પાદપોપગમન એમ મરણના સત્તર પ્રકાર છે.
(૧) અવચિ- વીચિ એટેલ વિચ્છેદ જે મરણમાં વીચિ=વિચ્છેદન હોય, અર્થાત જે મરણ સતત થયા કરે તે અવચિ. પ્રત્યેક ક્ષણે આયુષ્યના કર્મદલિકોનો ક્ષય એ અવીચિ મરણ છે. આ મૃત્યુ નારક વગેરે ચાર ગતિમાં રહેલા જીવોને ઉત્પત્તિ સમયથી પ્રત્યેક ક્ષણે સદા થયા કરે છે.
(૨) અવધિ-અવધિ એટલે દ્રવ્ય વગેરેની મર્યાદા. અવધિથી મરણ તે અવધિમરણ. નરક વગેરે કોઈ એક ભવના આયુકર્મના દલિકોનો અનુભવ કરીને જીવ મૃત્યુ પામે, ફરી પણ ભવાંતરમાં તે જ આયુકર્મના દલિકોનો અનુભવ કરીને મરણ પામે તે અવધિમરણ.
પ્રશ્ન– લઈને છોડેલા તે જ કર્મ દલિકોને ફરી ગ્રહણ કરવા તે અસંભવિત નથી ? ઉત્તર- ના. કારણ કે પુદ્ગલોનો પરિણામ વિચિત્ર હોય છે. (૩) અંત્ય– લીધેલા નારકાદિ ભવના આયુષ્કર્મના દલિકોનો અનુભવ કરીને વિવક્ષિત ભવમાં મરણ થયા પછી ભવિષ્યમાં ક્યારેય ફરી તે જ ભવના તે જ આયુકર્મના દલિકોનો અનુભવ કરીને મરણ ન પામે તે અંત્યમરણ.
(૪) વલ”રણ–વળતાઓનું પાછા ફરતાઓનું મરણ તે વલમ્મરણ. જેમનો વ્રત પરિણામ ભાંગી ગયો છે તેવા સાધુઓનું મરણ વલમ્મરણ છે. કારણ કે તેવા સાધુઓ શુભ અધ્યવસાયથી પાછા ફરી રહ્યા છે.
(૫) વશાર્ત– ઇંદ્રિયની પરાધીનતાના કારણે આર્તધ્યાનવાળા જીવનું મરણ એ વશર્ત મરણ. જેમ કે–દીપ શિખાને જોઈને વ્યાકુલ બનેલા પતંગિયાનું મૃત્યુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org