________________
પરિશિષ્ટ
૨૯૭
વસ્ત્ર ચઢાવતાં તે) પૂજા: ૩. પુષ્પપૂજા, ૪. પુષ્પમાળા પૂજા, ૫. કસ્તૂરી આદિથી શોભા કરવી તે વર્ણપૂજા, ૬. વાસક્ષેપ વગેરે સુગંધી દ્રવ્યથી ચૂર્ણપૂજા, ૭. આભરણપૂજા, ૮. પુષ્પગ્રહ (મંડપ, પૂજા, ૯. પુષ્પપ્રકર (ઢગ કરવા તે) પૂજા, ૧૦. આરતી-મંગલદીપ પૂજા, ૧૧. દીપપૂજા, ૧૨. ધૂપપૂજા, ૧૩. નૈવેદ્યપૂજા, ૧૪. ફળપૂજા, ૧૫. ગીતપૂજા, ૧૬. નૃત્યપૂજા અને ૧૭. વાજિંત્ર પૂજા. (છેલ્લી ત્રણ ભાવપૂજામાં પણ ગણાય છે.) એમ પૂજાના સત્તર પ્રકારો કહ્યા છે.
બીજી રીતે પૂજાના ૧૭ પ્રકારો– ૧. હવણ, ૨. વિલેપન, ૩. ચક્ષુવસ્ત્રયુગ્મ, ૪. સુગંધ-વાસ, ૫. છૂટાં ફૂલ, ૬. પુષ્પમાળા, ૭. પુષ્પોથી અંગરચના, ૮. ચૂર્ણ, ૯. ધ્વજ, ૧૦. આભરણ, ૧૧. પુષ્પગૃહ, ૧૨. પુષ્પવૃષ્ટિ, ૧૩. અષ્ટમંગલ, ૧૪. ધૂપ-દીપ, ૧૫. ગીત, ૧૬. નાટક, ૧૭. વાજિત્ર. એમ પણ પૂજાના સત્તર પ્રકારો છે. પૂ.શ્રી આત્મારામજી મહારાજ કૃત પૂજામાં ત્રીજી વસ્ત્રયુગ્મ કહી છે. પણ ચક્ષુ કહ્યાં નથી અને ચૌદમી ધૂપપૂજા કહી છે, પણ દીપ કહ્યો નથી. શ્રી મેઘરાજકૃત પૂજામાં અંગરચનાની જગ્યાએ કસ્તુરી આદિ વર્ણપૂજા કહી છે.
- સંચમના સત્તર પ્રકાર - ગુરુ અધિકાર વિભાગ-૨ ગાથા-૪૫-૪૬માં જણાવ્યા છે.
૧૮ પાપસ્થાનકો. ૧. પ્રાણાતિપાત, ૨. મૃષાવાદ, ૩. અદત્તાદાન, ૪. મૈથુન, પ. પરિગ્રહ, ૬. ક્રોધ, ૭. માન, ૮. માયા, ૯. લોભ, ૧૦. રાગ, ૧૧. દ્વેષ, ૧૨. કલહ, ૧૩. અભ્યાખ્યાન, ૧૪. પૈશુન્ય, ૧૫. રતિ-અરતિ, ૧૬. પરપરિવાદ, ૧૭. માયા-મૃષાવાદ, ૧૮. મિથ્યાત્વશલ્ય.*
( ૧૮ હજાર શીલાંગ ક્ષમાદિ-૧૦xપૃથ્વીકાયાદિ-૧૦=૧૦૦૪૫ ઇંદ્રિયો=૫૦૦૪૪ સંજ્ઞા=૨૦૦૦×૩ (ન કરવું વગેરે કરણ)=૬000x૩યોગ=૧૮૦૦૦.
૧૮ દીક્ષા માટે અયોગ્ય અઢાર પ્રકારના પુરુષો દીક્ષા માટે અયોગ્ય છે. તે આ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org