________________
પરિશિષ્ટ
૨૯૧ (૭) ક્રોધદોષ– દાતારને સાધુ “હું અમુક વિદ્યા કે તપ વગેરેથી પ્રભાવવંત છું એમ જણાવે, અથવા “રાજા વગેરે પણ મારા ભક્ત (પૂજક) છે એમ કહે, એથી દાતારને “જો નહિ આપું, તો વિદ્યા વગેરેથી મારો પરાભવ કરશે, અથવા રાજા વગેરે મને શિક્ષા કરશે એવો ભય પેદા થાય, અથવા જો “તું નહિ આપે, તો હું તારું અમુક અમુક ખરાબ કરીશ' એમ ક્રોધ કરવારૂપ ભય બતાવવો, ઈત્યાદિ દાતાને ભય પેદા કરીને મેળવેલો પિંડ ક્રોપિંડી કહેવાય.
(૮) માનપિંડદોષ- આહારાદિ મેળવવાની પોતાની લબ્ધિની પ્રશંસા સાંભળીને ગર્વિષ્ઠ બનેલો, અથવા પોતાની પ્રશંસા વધશે એમ સમજીને
જ્યારે બીજાએ માને ચઢાવ્યો હોય કે આ તો તું જ લાવી શકે', ત્યારે માનની રક્ષા માટે, અથવા “તું શું લાવી શકવાનો છે? તારામાં ક્યાં લબ્ધિ છે ?' વગેરે બીજાએ અભિમાને ચઢાવેલો સાધુ. અહંકારથી ગૃહસ્થને પણ તે તે યુક્તિથી અભિમાને ચઢાવીને લાવે, તે રીતે લાવેલો પિંડ “માનપિંડ જાણવો.
(૯) માયા પિંડદોષ– આહારાદિ મેળવવા માટે જુદી જુદી રીતે વેષ બદલે કે બોલવાની ભાષા બદલીને, ગૃહસ્થને ઠગીને આહારાદિ લાવે, તે “માયાપિંડ જાણવો. . (૧૦) લોભપિંડદોષ– ઘણું કે સારું મેળવવાના લોભે ઘણાં ઘણાં ઘરોમાં ભમી ભમીને લાવેલો આહારાદિ પિંડ, તે “લોભપિંડ કહેવાય.
(૧૧) પૂર્વ-પશ્ચિાતુસંસવપિંડદોષ– અહીં પૂર્વ એટલે પિતૃપક્ષ અને પશ્ચાતું એટલે શ્વસુરપક્ષ જાણવો. તેમાં દાતાર (કે દાત્રી) સમક્ષ પોતાનાં માતા-પિતા કે ભાઈ-બહેન યા પુત્ર-પુત્રીની (તમારા જેવાં મારે પણ માતા-બહેન વગેરે હતાં કે પિતા-ભાઇ હતા, ઇત્યાદિ પોતાની અને દેનારની ઉંમરનું અનુમાન કરીને સંબંધરૂપે) ઘટના કરીને આહારાદિ મેળવે, તે ‘પૂર્વસંસ્તવપિંડી અને દાતારની સાથે શ્વસુરપક્ષના સંબંધીઓની એ રીતે ઘટના કરીને આહારાદિ મેળવે, તે પશ્ચાતુસંસ્તવપિંડ જાણવો. ૧. અહીં ગૃહસ્થને ભક્તિને બદલે રાગ પેદા કરાવીને લેવું. તથા પોતે સંયમનું સર્વે નહિ કેળવતાં ગૃહસ્થ સંબંધીઓના નામે દીનતા બતાવીને લેવું, વગેરે દોષ સમજવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org