________________
સંબોધ પ્રકરણ
૨૯૦
(૧) ધાત્રીદોષ— ધાત્રી=ધાવમાતા. સામાન્યથી ૧. પારકા બાળકને ધવડાવનારી, ૨. સ્નાન કરાવનારી. ૩. કપડાં-આભરણ વગેરે પહેરાવનારી, ૪. રમાડનારી અને ૫. ખોળામાં બેસાડનારી-(તેડીને ફરનારી), એમ કાર્યની ભિન્નતાએ પાંચ પ્રકારની કહેલી છે. મુનિ ભિક્ષા (આહારાદિ) માટે ગૃહસ્થનાં બાળકોનું એવું ધાત્રીકર્મ કરી પિંડ મેળવે,
તે ‘ધાત્રીપિંડ' કહેવાય.
(૨) દૂતિદોષ– પરસ્પરનો સંદેશો કહેવો તે દૂતિપણું કહેવાય. ભિક્ષા માટે સાધુ ગૃહસ્થોના પરસ્પરના સંદેશા કહી (પ્રીતિ પ્રગટ કરીને) પિંડ મેળવે તે ‘દૂતિપિંડ’ કહેવાય.
(૩) નિમિત્તદોષ— સાધુ ભિક્ષા માટે ભૂત-ભવિષ્ય કે વર્તમાનકાળે થયેલાં, થનારાં કે થતાં લાભ-હાનિ વગેરે ગૃહસ્થને કહી તેની પાસેથી પિંડ મેળવે, તે ‘નિમિત્તપિંડ' કહેવાય.
(૪) આજીવકદોષ— ભિક્ષા મેળવવાના ઉદ્દેશથી સાધુ ગૃહસ્થને પ્રીતિ ઉત્પન્ન કરવા માટે તે જે જે જાતિ, કુળ, ગણ, કર્મ કે શિલ્પને યોગે પોતાને શ્રેષ્ઠ માનતો હોય, તે તે જાતિ, કુળ, ગણ વગેરેથી પોતાને સમાન જણાવે, અર્થાત્ સાધુ બ્રાહ્મણ વગેરેને કહે કે—‘હું પણ બ્રાહ્મણ વગેરે છું' એથી પ્રસન્ન (આદરવાળો) થયેલો ગૃહસ્થે જે આપે, તે
‘આજીવિકપિંડ’ કહેવાય.
(૫) વનીપકદોષ– શ્રમણ (બૌદ્ધો), બ્રાહ્મણ ક્ષપણ (તપસ્વી), અતિથિ કે શ્વાન (કૂતરા), વગેરેના તે તે ભક્તોની સમક્ષ પિંડ મેળવવા માટે સાધુ પણ ‘તે તે શ્રમણાદિનો હું પણ ભક્ત છું' એમ જણાવે, એથી દાતાર પ્રસન્ન થઇને જે આપે, તે પિંડ ‘વનીપકદોષ'વાળો કહેવાય.
(૬) ચિકિત્સાદોષ– આહારાદિ મેળવવા માટે ઊલટી, વિરેચન, બસ્તિકર્મ (મુખ દ્વારા કપડું નાંખી ગુદા દ્વારા કાઢવું, ઇત્યાદિ મળશુદ્ધિ માટેનો એક પ્રયોગ) વગેરે કરાવે કે તે તે રોગવાળાને તેના પ્રતિકાર કરનારા વૈદ્યોની ભલામણ કરે, અથવા તે તે ઔષધોની સલાહ આપે, એમ રોગીઓને પ્રસન્ન કરીને તેઓની પાસેથી મેળવેલો પિંડ ‘ચિકિત્સાદોષ’વાળો કહેવાય.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org