________________
પરિશિષ્ટ
૨૮૯ અહીં વિશોધિકોટીનો અંશ જ તજવાનું કહ્યું, તે પણ બધો આહાર વગેરે તજી દેતાં નિર્વાહ થાય તેમ ન હોય ત્યારે, એમ સમજવું. જો નિવહ શક્ય હોય, તો શુદ્ધ-અશુદ્ધ સઘળુંય ભોજન તજી દેવું જોઈએ. તેમાં પણ જો ઘી વગેરે દુર્લભ વસ્તુ હોય, તો તે સંપૂર્ણ નહિ તજતાં અશુદ્ધ હોય તેટલું જ માત્ર તજવું. એટલો વિશેષ (વિવેક) સમજવો. કહ્યું છે કે
तं चेव असंथरणे, संथरणे सव्वमवि विगिचिंति । दुलहदव्वे असढा, तत्तिअमित्तं चिअ चयंति ॥
(પ વિશુદ્ધિ -૧૬) ભાવાર્થ– “નિર્વાહ જો અશક્ય હોય, તો એ અશુદ્ધ અંશ જ તજવો અને જો નિર્વાહ શક્ય હોય, તો શુદ્ધ-અશુદ્ધ સઘળું ય તજવું, પણ તેમાં જો દુર્લભ વસ્તુ (ઘી વગેરે) હોય, તો નિષ્કપટભાવે તેમાંથી દોષિત હોય તેટલું જ તજવું.”
એ પ્રમાણે ઉગમદોષો જણાવ્યા. ઉત્પાદનના દોષો પણ નીચે પ્રમાણે સોળ છે.
- ૧૬ ઉત્પાદનાના દોષ - धाई दुई निमित्ते आजीव वणीमगे तिगिच्छा य । વદે મારે માથા, નોદે મ હવંતિ રસ I ૪૦૮ | पुट्विपच्छा(व)संथव, विज्जा मंते अ चुन्न जोगे अ । उप्पायणाइ दोसा, सोलसमे मूलकम्मे अ॥ ४०९ ॥
(fપાનિયુnિ) વ્યાખ્યા– ૧. ધાત્રીદોષ, ૨. દૂતિદોષ, ૩. નિમિત્તદોષ, ૪. આજીવકદોષ, ૫. વનપકદોષ, ૬. ચિકિત્સાદોષ, ૭. ક્રોધદોષ, ૮. માનદોષ, ૯. માયાદોષ અને ૧૭. લોભદોષ; એ દશ, તથા ૧૧. પૂર્વ વા પશ્ચાત્ સંસ્તવદોષ, ૧૨. વિદ્યાદોષ, ૧૩. મંત્રદોષ, ૧૪. ચૂર્ણદોષ, ૧૫. યોગદોષ અને ૧૬. મૂળકર્મદોષ; એમ ઉત્પાદનામાં સોળ દોષો લાગે છે. તેમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org