________________
૨૯૨
સંબોધ પ્રકરણ (૧ર થી ૧૫) વિદ્યા-મંત્ર-ચૂર્ણ અને યોગપિંડદોષો- તેમાં મંત્રજાપ, હોમ, વગેરેથી જે સિદ્ધ થાય, કે જેની અધિષ્ઠાત્રી દેવી હોય, તે વિદ્યા” કહેવાય. એવી વિદ્યાના બળે મેળવેલો આહાર, તે વિદ્યાપિંડ કહેવાય. પાઠ (બોલવા) માત્રથી સિદ્ધ થાય અથવા જેનો અધિષ્ઠાયક દેવ હોય, તે મંત્રી કહેવાય. તેનો પ્રયોગ કરીને મેળવેલાં આહારાદિ, “મંત્રપિંડ, કહેવાય. જેને નેત્રમાં આંજવાથી (રૂપપરાવર્તન થાય) અદશ્ય વગેરે થવાય, તે “ચૂર્ણો કહેવાય. તેના બળે મેળવેલાં આહારાદિ ચૂર્ણપિડ'. કહેવાય. જેનો પારલેપ વગેરે કરવાથી વ્હાલા-અળખામણા વગેરે થવાય, તે યોગ કહેવાય. તેના બળે મેળવેલાં આહારાદિને યોગપિંડ જાણવો.
(૧૬) મૂલકર્મપિંડદોષ– ભિક્ષા મેળવવા માટે ગૃહસ્થ સ્ત્રીનો ગર્ભ થંભાવવો, ગર્ભ રહે તેવા પ્રયોગ કરવા, પ્રસૂતિ કરાવવી, તે માટે અમુક (ઔષધિનું) સ્નાન કરાવવું, મૂળિયાંનો પ્રયોગ કરવો કે રક્ષાબંધન કરવું, ઇત્યાદિ પ્રયોગો કરીને તેના બદલે મેળવેલી ભિક્ષા, તે મૂલકર્મપિંડ જાણવો. એ પ્રમાણે સોળ ઉત્પાદનોના દોષો કહ્યાં. ,
૧૬ કાઉસગના આગારો સોળ આગારોનું વર્ણન આ પ્રમાણે છે– સિણur એટલે ઉંચો (અંદર) શ્વાસ લેવો તે ઉચ્છવાસ. “આ પદોમાં ત્રીજી વિભક્તિ પંચમી અર્થે છે.” તથા “નિસિપ' એટલે નીચો શ્વાસ મૂકવો બહાર કાઢવો). તે નિઃશ્વાસ, “રસિ' એટલે ખાંસી, છીણ, એટલે છીંક, બંધારૂ =બગાસું આવવાથી, દુer એટલે ઓડકાર, વારિસ એટલે અપાનવાયુ થવો. આ ખાંસી આદિ શરીરગત વાયુના પ્રકોપથી થાય તેને રોકવાથી રોગ થાય માટે નહિ રોકતાં મુખે હાથ વગેરે રાખી જયણાથી કરવા અને વાતનિસર્ગ પણ અવાજ ન થાય તેમ કરવો; “મણ એટલે અકસ્માત ચક્રી આવવી પિત્તપુછાણ એટલે પિત્તપ્રકોપથી સહજ મૂર્છા આવવી, આ ચક્રી અને મૂચ્છના પ્રસંગે પડી જવાય તો જીવવિરાધના થવાનો સંભવ હોવાથી બેસી જવું વળી ‘સુફ્રિાસંચાત્તે િએટલે શરીરની રોમરાજી વગેરે સૂક્ષ્મ અંગ (સ્વ) હાલે, “હિં વેતસંવાર્દિ એટલે સૂક્ષ્મ ગ્લેખનો સંચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org