________________
પરિશિષ્ટ
૨૮૭ આપવા માટે ચાલુ રસોઇમાં નવો વધારો કરવો, તે “અધ્યવપૂરક કહેવાય. તેના પણ (મિશ્રજાતની પેઠે) ૧. યાવદર્થિક અધ્યવપૂરક, ૨. પાખંડી નિમિત્ત અધ્યવપૂરક અને ૩. સાધુનિમિત્ત અધ્યવંપૂરક, એમ ત્રણ ભેદો છે.
એ પ્રમાણે સોળ ઉગમદોષો કહ્યાં. તેમાંના ૧. આધાકર્મ, ૨ થી ૪. ઔદેશિકના તેર ભેદો પૈકીના પાખંડી, શ્રમણ અને નિર્ગસ્થને ઉદ્દેશીને કર્મ કર્યું હોય, તે અનુક્રમે “સમુદેશકમ ઔદેશિક, આદેશકર્મ ઔદેશિક અને તેમાદેશકર્મ દેશિક એ છેલ્લા ત્રણ ભેદો (જુઓ
દેશિકદોષના ભેદો). ૫ થી ૮. મિશ્રજાત અને અધ્યવપૂરકના ત્રણ ત્રણ ભેદો પૈકીના છેલ્લા (પાખંડી અને સાધુને ઉદ્દેશીને) બે બે ભાંગા, ૯. પૂતિકર્મમાં-આહાર પૂતિકર્મ અને ૧૦. બાદર પ્રાકૃતિકા, એ દશ દોષોને “અવિશોધિકોટી' કહ્યા છે. જે દોષવાળી વસ્તુ જુદી કરવા છતાં બાકી રહેલી નિર્દોષ વસ્તુ પણ શુદ્ધ ન થાય (કલ્પ નહિ), તે અવિશોધિ, એ જ “કોટી' એટલે પ્રકાર અર્થાત ભિન્નતા જેમાં છે, તે દોષોને . “અવિશોપિકોટી' જાણવા.
આ અવિશોધિકોટીનો અવયવ માત્ર, અર્થાત્ સૂકો દાણો (કણ) વગેરે, પાત્ર ખરડાય તેવું દ્રવ્ય તક (છાશ) વગેરે, કે જેની ખરડ પણ ન લાગે તેવો (વાલ વગેરે કઠોળનો) કણ વગેરે પણ જો શુદ્ધ ભોજનમાં લાગ્યો હોય, તો તે શુદ્ધ ભોજનને પરઠવ્યા પછી પણ ભાજનને પાણીથી ત્રણ વાર શુદ્ધ કર્યા વિના તેમાં લીધેલું શુદ્ધ (નિર્દોષ) ભોજન પણ શુદ્ધ ગણાતું નથી. કહ્યું છે કે
तीइ जु पत्तंपि हु, करीसनिच्छोडिअं कयतिकप्पं । - कप्पइ जं तदवयवो, सहस्सघाई विसलवु व्व ॥
(પિugવિશુદ્ધિo o૫૪) ભાવાર્થ– “તે અવિશોધિકોટી આહારથી ખરડાયેલા પાત્રને પણ નિશે સૂકા ગોબરથી (છાણાથી) ઘસીને ત્રણ વાર પાણીથી શુદ્ધ ન કર્યું
૧. અધ્યવપૂરકમાં પણ સાધુને નિમિત્તે નવો વધારો કરવાથી તે રસોઈ વગેરે કરતાં થકી હિંસામાં
સાધુ ભાગીદાર બને, માટે તે લેવું ન કલ્પે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org