________________
સંબોધ પ્રકરણ
૨૮૬
વગેરેનો ભય રહે, કષ્ટપૂર્વક લઇ શકાય તેવા સ્થાને મૂકેલું ત્યાંથી લઇને આપે, તે ‘તિર્યક્સ્થિત માલાપહત' સમજવું.
(૧૪) આચ્છેદ્ય– પારકું છતાં બળાત્કારે લઇને (ઝૂંટવીને) સાધુને આપે, તે ‘આચ્છેદ્ય’ કહેવાય. તેના ૧. સ્વામી એટલે રાજા, પ્રજાજનો પાસેથી બળાત્કારે લઇને આપે. તે ‘સ્વામિઆચ્છિદ્ય', ૨. પ્રભુ એટલે કુટુંબનો અગ્રેસર કુટુંબના (ઘરના) કોઇ માણસ પાસેથી બળાત્કારે લઇને વહોરાવે, તે ‘પ્રભુઆસ્જિદ' અને ૩. ચોર વગેરે કોઇનું ચોરીને-લૂંટીને સાધુને આપે, તે ‘સ્ટેનાચ્છિઘ' એમ ત્રણ ભેદો જાણવા.
(૧૫) અનિસૃષ્ટ– જે આહારાદિ અમુક ગોષ્ઠિ અર્થાત્ અમુક માણસોની મંડલી વગેરેનું હોય, તેને તે મંડલીમાંનો કોઇ એક માણસ બાકીના માણસોએ અનુમતિ નહિ આપવા છતાં અથવા નિષેધ કરવા છતાં સાધુને વહોરાવે, તે ‘અનિસૃષ્ટ' કહેવાય. તેના પણ ૧. ‘સાધારણ' એટલે ઘણાઓનું હોય છતાં બીજાઓની ઇચ્છા વિના તેઓમાંનો કોઇ એક (કે બે-ચાર) વહોરાવે, તે ‘સાધારણ અનિસૃષ્ટ', ૨. ‘ચોલ્લક' એટલે કોઇ ખેતરના માલિક વગેરેએ ખેતર વગેરેમાં કામ કરનારા ઘણા નોકરો માટે મોકલાવેલું ભોજન વગેરે તેઓને વહેંચી આપ્યું ન હોય ત્યાં સુધી ખેતરના માલિક વગેરે તે તે મોકલનારનું ગણાય, તેવું તેની ઇચ્છા કે અનુમતિ વિના કોઇ વહોરાવે, તે ચોલ્લક અનિસૃષ્ટ' અને ૩. જડ્ડ' એટલે હાથી, તેના માલિક રાજા વગેરેએ હાથીને માટે મહાવત વગેરેને સોંપ્યું હોય, તે હાથીની કે રાજા વગેરે તેના માલિકની ઇચ્છા-૨જા વિના મહાવત વગેરે કોઇ સાધુને આપે, તો તે ‘જડુ અનિસૃષ્ટ’ કહેવાય. એમ અનિસૃષ્ટના ત્રણ પ્રકારો થાય છે.
(૧૬) અધ્યવપૂરક– પોતાને માટે રસોઇનો પ્રારંભ કર્યા પછી જાણવામાં આવે કે સાધુઓ વગેરે આવ્યા છે, તેથી તેઓને દાન
૧. આચ્છેદ્યમાં સાધુને નિમિત્તે બીજાને અપ્રીતિ થાય અને સાધુ પ્રત્યે અસદ્ભાવ થાય, તેથી મિથ્યાત્વનો બંધ થાય અને દુર્લભબોધિપણું થાય. તે ઉપરાંત એ રીતે પણ આહારાદિ લેવાથી સાધુને દુશ્મનો ઉભા થાય, પરિણામે આહારાદિ મેળવવાં પણ દુર્લભ થાય, ઇત્યાદિ ઘણા અત્યંતર દોષોનું કારણ હોવાથી તેવું ભોજન વગેરે સાધુને લેવું ન કલ્પે. ૨. અનિસૃષ્ટમાં પણ આપનાર સિવાયના બીજાઓને અપ્રીતિ આદિ આચ્છેદ્યમાં કહ્યા તેવા દોષો લાગે, માટે તેવું ન કલ્પે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org