________________
પરિશિષ્ટ
૨૭૯ પુનઃ આ ઉદિષ્ટ, કૃત અને કર્મ, એ ત્રણેય પ્રકારો યાચકોની કલ્પનાના ભેદે ૧. ઉદ્દેશ, ૨. સમુદેશ, ૩. આદેશ અને ૪. સમાદેશ, એમ ચાર ભેદોવાળા બને છે. તેમાં ૧. (ગૃહસ્થ કે ઘરના ત્યાગી સાધુ-સંન્યાસી) સર્વ કોઈ યાચકોને આપવાની કલ્પના કરવી, તેને “ઉદ્દેશ' કહ્યો છે. ૨. ચરક (સમૂહબદ્ધ ફરનારી ત્રિદંડી સંન્યાસીઓની એક જાતિ), પાખંડી (સંન્યાસીની એક જાતિ) તેને માટે જે કલ્પેલું હોય, તેને “સમુદેશ' કહ્યો છે. ૩. નિર્ચન્ટ (જૈન મુનિઓ), શાક્ય (બૌદ્ધો), તાપસી (પંચાગ્નિ વગેરે તાપને સહન કરનારા સંન્યાસીઓની જાતિવિશેષ), ઐરિકો (લાલ ભગવા રંગથી રંગેલા વસ્ત્રો પહેરનારા તાપસવિશેષ) અને આજીવિક (ગોશાળક મતના અનુયાયી), એ પાંચ પ્રકારના શ્રમણો માટે કલ્પેલું હોય, તેને “આદેશ અને ૪. માત્ર નિર્ચન્થ (જન) સાધુઓને આપવાની કલ્પના કરી હોય, તેને “સમાદેશ” કહેવાય. કહ્યું છે કે
जावंतिणुद्देसं, पासंडीणं भवे समुद्देसं । समणाणं आएसं, णिग्गंथाणं समाएसं ॥१॥
(વિનિ. ૦૨૨૦) ભાવાર્થ– “કોઈ પણ યાચકને આપવાની કલ્પના તે ઉદ્દેશ, પાખંડીઓ માટેની કલ્પના તે સમુદેશ, શ્રમણોને આપવાની કલ્પના તે આદેશ અને 'નિર્ગસ્થ મુનિઓને આપવાની કલ્પના તે સમાદેશ કહેવાય છે.” છે એ પ્રમાણે ત્રણના ચાર ચાર ભેદો થવાથી વિભાગીદેશિકના કુલ બાર પ્રકારો અને એક ઓઘીદેશિક એમ દેશિકના કુલ તેર પ્રકારો જાણવા.
૧ઔદેશિકમાં સાધુ વગેરેના ઉદ્દેશથી કલ્પવાનું અથવા જુદું કરવાનું છે. તેમાં પણ તે પાત્રને
ખરડાવામાં, ધોવામાં, ઈત્યાદિ પ્રસંગોમાં હિંસા સંભવિત છે. વળી આહાર એક શસ છે. તેમાં ઉડીને પડેલા કે ચઢેલા જીવોનો પ્રાય: નાશ થાય છે. જીવ માત્ર આહારની શોધમાં ભમતા હોવાથી જ્યાં જ્યાં આહાર હોય, ત્યાં ત્યાં પહોંચી જાય છે, તેથી અજ્ઞાનથી તેમાં પડી મરી જાય વગેરે હિંસા પણ સંભવિત છે. તદુપરાંત “કૃત અને કર્મ જેનું સ્વરૂપ અહીં જણાવ્યું છે. તેમાં તો સ્પષ્ટ હિંસા છે જ. એવી હિંસાદિ કર્યા વિના પણ સર્વ યાચકોને ઉદ્દેશી જે રાખ્યું હોય, તેને લેવા જતાં બીજા વાચકોને ભાગ પડવા વગેરે કારણે ઓછું મળવાથી અપ્રીતિ આદિ પણ થવાનો સંભવ છે. એમ અનેક દોષોનું કારણ હોવાથી નિષેધ સમજવો. છે કે આમાં સાધુ કંઈ જવાબદાર નથી, કારણ કે–ગૃહસ્થ કર્યું હોય છે તો પણ તેને લેવાથી, ભોગવવાથી કે ઇચ્છવાથી સાધુને અનુમોદનારૂપ દોષ લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org