________________
૨૮૦.
સંબોધ પ્રકરણ
અહીં પ્રથમથી જ સાધુઓને માટે તૈયાર કરાય તે આધાકર્મ અને પોતાને માટે બનાવેલું હોય તેમાં પાછળથી દાન દેવાની કલ્પના કે સંસ્કાર કરવો. તે ઔદેશિક, એમ બંનેમાં ભેદ સમજવો.
(૩) પૂતિકર્મ-આધાર્મિકપિંડના એક અંશ માત્રથી પણ મિશ્ર થયેલું આહારાદિ દ્રવ્ય શુદ્ધ હોય તો પણ, “અશુચિ પદાર્થથી ખરડાયેલું પવિત્ર દ્રવ્ય પણ અપવિત્ર થાય તેમ તે પૂતિકર્મ દોષવાળું સમજવું. માટે આધાર્મિક વગેરેના એક અંશ માત્રથી પણ ખરડાયેલાં ભાજન-ચાટવોકડછી-કડાઇ-કુંડી વગેરેની સહાયથી શુદ્ધ પણ આહારાદિ વહોરવું નહિ.”
(૪) મિશ્રજાતથી પોતાના અને સાધુ વગેરેના નિમિત્તે ભેગું તૈયાર કરેલું, અર્થાત્ પ્રથમથી જ પોતાના માટે અને સાધુ આદિને આપવા માટે ભેગું તૈયાર કરેલું તે મિશ્રજાત જાણવું. એના વાવર્થિકમિશ્રજાત, પાખંડીમિશ્રજાત અને સાધુમિશ્રજાત, એમ ત્રણ ભેદો છે. (કોઈ પણ યાચકને આપવા માટે ભેગું તૈયાર કરવું યાવર્થિકમિશ્ર', પાખંડી તથા ચરક વગેરે પાંચ પ્રકારનાં શ્રમણોને આપવા માટે ભેગું તૈયાર કરેલું પાખંડીમિશ્ર' અને કેવળ જૈન સાધુઓને આપવા માટે ભેગું બનાવેલું ‘સાધમિશ્ર સમજવું.) અહીં શ્રમણોને પાખંડીઓમાં ભેગા ગણવાથી ‘શ્રમણમિશ્રજાત' એવો જુદો ભેદ નથી કહ્યો.
(૫) સ્થાપના- સાધુ વગેરેને આપવા માટે કેટલાક સમય સુધી મૂકી રાખવું તે, અથવા “આ સાધુને આપવા માટે છે એમ હૃદયથી કલ્પીને અમુક કાળ સુધી સંભાળી રાખવું તે “સ્થાપના કહેવાય. જે પિંડ વગેરેની આ સ્થાપના કરાય, તે દાન માટેનો પિંડ (આહારાદિ) પણ “સ્થાપના
૧. દૂધના મોટા ભાજનમાં પડેલું એક ઝેરનું બિંદુ પણ જેમ બધા દૂધને ઝેરી બનાવે છે, તેમ
આધાકર્મદોષના બિંદુ માત્રથી પણ બીજો શુદ્ધ આહાર દોષિત બને છે, માટે વિઝાના
લેશવાળા અપવિત્ર ભોજનની જેમ તેને દોષિત કહ્યું છે. ૨. ઔદેશિકમાં જણાવ્યા પ્રમાણે સ્થાપનામાં પણ રાખી મૂકવાથી ભાજન ખરડાવાનો,
જીવહિંસા થવાનો, વગેરે પ્રસંગો સંભવિત છે, માટે તે દોષિત સમજવું, કારણ કે-જે વસ્તુ જેની માલિકીની બને તેમાં થતી હિંસાનું પાપ પણ તેને લાગે છે. એક ઘરમાં, જો કોઈનું ખૂન થાય, તો ઘરનો માલિક જવાબદાર ગણાય છે. એ પ્રમાણે અહીં પણ સ્થાપના સાધુને ઉદ્દેશીને કરવાથી તેવું લેવાથી તેમાં સંભવિત હિંસાનો જવાબદાર પણ સાધુ બને, માટે તે લેવાનો નિષેધ કરેલો છે, એ સ્પષ્ટ સમજાય તેવું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org