________________
સંબોધ પ્રકરણ
૨૭૮
વગેરે વધારી નાખીને જે તૈયાર કરે, તે ‘ઓૌદ્દેશિક’ કહેવાય છે. આવું પ્રાયઃ દુષ્કાળ પૂર્ણ થયા પછી તેમાંથી બચેલા કોઇ ધનિકને વિચાર થાય કે—‘જો આ દુષ્કાળમાં મુશ્કેલીથી જીવતા રહ્યા, તો હવે નિત્ય થોડું થોડું દાન આપીએ' એમ પુણ્ય ઉપાર્જન કરવાના આશયથી (અમુક ભેદ વિના) જ્યારે કોઇ પણ યાચકોને આપવા માટે વધારે રસોઇ કરે, ત્યારે બને. અને ‘આટલું ભોજન મારે, આટલું દાન માટે' એવો વિભાગ નહિ કરવાથી, તે ‘ઓૌદેશિક' કહેવાય. આવો પિંડ પણ દાતારે જેટલા દાનની ઇચ્છા કરી હોય, તેટલો અપાઇ ગયા પછીનો, વધેલો શુદ્ધ છે. (કારણ કે—તે પોતાના માટેનો દાનની કલ્પના વિનાનો હોય.) ‘વિભાગૌદેશિક’ તેને કહ્યું છે કે—કોઇ દાતાર વિવાહાદિ જમણવારના પ્રસંગે વધેલા આહારાદિમાંથી અમુક ભાગ યાચકોને આપવા માટે જુદો કરી રાખે. (તૈયાર કરવામાં દાનનો ઉદ્દેશ નહિ હોવાથી નિર્દોષ છતાં) આ રીતે વિભાગ કરીને પોતાની સત્તા ઉતારી યાચકોનું ઠરાવ્યું-દાન માટે • જુદું કર્યું, તેથી તે દૂષિત ગણાય એમ સમજવું.
આ વિભાગૌદેશિકના ૧. ઉદ્દિષ્ટ, ૨. કૃત અને ૩. કર્મ, એ ભેદો હોવાથી તે ત્રણ પ્રકારનું બને છે. તેમાં જમણવાર વગેરેમાં પોતાને અર્થે તૈયાર કરેલું જે વધ્યું હોય, તેમાંથી અમુક ભાગ યાચકોને આપવા માટે કંઇ પણ સંસ્કાર કર્યા વિના જુદો કરે તે, ૧. ઉદ્દિષ્ટ ઔદેશિક જાણવું. પરંતુ રાંધેલો ભાત વગેરે વધ્યો હોય અને તેને દાન માટે જુદો કરી તેમાં દહીં વગેરે મેળવે, ત્યારે તે ૨. કૃત ઔદ્દેશિક કહેવાય. તે ઉપરાંત વિવાહાદિમાં વધેલો લાડુ વગેરેનો ભૂકો દાનમાં આપવા માટે જુદો કરી જ્યારે ચાસણી વગેરે કરીને તેમાં ભેળવી પુનઃ લાડુ વાળે, ત્યારે તે કર્મ ઔદેશિક કહેવાય. (કૃત ઔદ્દેશિક’-દહીં વગેરેથી મિશ્ર કરવા છતાં નિરવદ્ય ઉપાયોથી સંસ્કારેલું અને ‘કર્મ ઔદેશિક’-અગ્નિ, પાણી વગેરેની વિરાધનારૂપ સાવઘ ઉપાયોથી સંસ્કારેલું, એમ ભેદ સમજવો.)
૧. ‘તૈયાર થતા ભોજનમાં વધારે ઉમેરીને તૈયાર કરે' એ વ્યાખ્યા પિંડનિર્યુક્તિને અનુસારે હોવા છતાં તેથી ‘અધ્યવપૂરક’દોષમાં ભેદ રહેતો નથી, માટે ‘તૈયાર થયા પછી યાચકોને આપવાની કલ્પના કરી જુદું રાખવું' એવી પંચવસ્તુકની અને પિંડવિશુદ્ધિની વ્યાખ્યાને અનુસરવું ઠીક લાગે છે. આ ગ્રંથમાં પણ આ દોષનો ઉપસંહાર કરતાં આધાકર્મિક અને ઔદેશિકમાં બતાવેલો ભેદ પણ એ વ્યાખ્યાથી જ સંગત થાય છે. અન્યથા, એક જ ગ્રંથમાં વદતો વ્યાઘાતની જેમ બંને વ્યાખ્યાઓ ૫રસ્પર વિરુદ્ધ જાય છે. જુઓ, આની પછી જ ઔદેશિકની વ્યાખ્યા.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org