________________
પરિશિષ્ટ
૨૭૭ (૧) આધાકર્મ– “આધા” એટલે સાધુને ચિત્તમાં ધારણ કરીને, અર્થાત્ સાધુનું નિમિત્ત ધારીને કરેલું કર્મ એટલે સચિત્તને અચિત્ત કરવું કે અચિત્તને પકાવવું, તેને માથામાં એમ (પદચ્છેદથી) “આધાકર્મ કહેલું છે. કહ્યું છે કેसच्चित्तं जमचित्तं, साहूणट्ठाए कीरई जं च । अचित्तमेव पच्चइ, आहाकम्मं तयं भणिअं ।
(પજીવતું. ૦૭૪રૂ) ભાવાર્થ– “સાધુને માટે જે સચિત્ત વસ્તુને અચિત્ત કરાય કે અચિત્તને પકાવાય, તેને આધાકર્મ' કહ્યું છે.”
(૨) ઔદેશિક– ઉદ્દેશ એટલે કોઈ પણ વાચકને ઉદ્દેશીને તેના પ્રયોજને જે સંસ્કારાદિ કરવામાં આવે, તે ‘દેશિક તેના ઓઘથી અને વિભાગથી એમ બે ભેદો છે, તેમાં સ્વ-પરનો વિભાગ (વિકલ્પ) કર્યા વિના પોતાને માટે જ ભોજન બનાવતી વેળા તેમાંથી કેટલુંક યાચકોને આપવાની બુદ્ધિએ તેમાં અમુક પ્રમાણ (જે તૈયાર કરાતું હોય તે) ચોખા ૧. આધાકર્મમાં હિંસા થાય છે અને સાધુએ હિંસાનો ત્રિવિધ ત્યાગ કરેલો હોય છે, માટે તે અકલ્પ
છે. અહીં એમ પ્રશ્ન થાય છે કે–ગૃહસ્થ આહારને બનાવતા હિંસા તો કરી લીધી અને એમાં સાધુએ તો આદેશ પણ કર્યો નથી, તો સાધુને તે હિંસા કેમ લાગે? ત્યાં સમજવું કે–હિંસાને કરવાનો, કરાવવાનો અને અનુમોદવાનો પણ સાધુને નિષેધ છે. આધાકર્મી આહારમાં તેણે સ્વયં હિંસા કરી નથી, કરાવી નથી, પણ એનો જો સ્વીકાર કરે, તો હિંસાની અનુમોદના થાય, માટે તે લેવો જોઈએ નહિ. કારણ કે–અનુમોદનાના ૧. અનિષેધ, ૨. ઉપભોગ અને ૩. સહવાસ, એમ ત્રણ ભેદો છે. અધિકાર છતાં પાપકાર્યનો નિષેધ નહિ કરવાથી અનિષેધ અનુમોદના, પાપથી તૈયાર કરેલી વસ્તુનો ઉપભોગ કરવાથી ઉપભોગ અનુમોદના અને પાપ કરનારાઓની સાથે વસવાથી સહવાસ અનુમોદના થાય છે. એ કારણે જ જાણવા છતાં ચોર વગેરેને ચોરીથી નહિ અટકાવનાર કે જાહેર નહિ કરનાર જેમ ગુન્હેગાર ગણાય છે, તેમ ચોરીની વસ્તુ લેનારો અને ચોરોની સાથે રહેનારો પણ ચોરી નહિ કરવા છતાં શિક્ષાને પાત્ર બને છે. જેમ જગતમાં બાહ્ય વ્યવહારોમાં પણ આ ન્યાય સ્વીકારાયેલો છે, તેમ સાધુને ઉદ્દેશીને હિંસાથી ગૃહસ્થ સ્વયં તૈયાર કરેલો આહાર વગેરે પણ લેતાં સાધુને ‘ઉપભોગ અનુમોદના દોષ લાગે છે અને તે નહિ લેવાથી દોષ લાગતો નથી. અહીં એ કારણે સાધુને દોષ લાગે કે ગૃહસ્થ એ આહારાદિ તૈયાર કરવામાં સાધુનો ઉદ્દેશ રાખેલો હોય છે. એમ આગળના દોષો પણ ગૃહસ્થો સાધુની પ્રેરણા વિના સેવ્યા હોય છે, તો પણ તે દરેકમાં સાધુનો ઉદ્દેશ રાખેલો હોવાથી એ લેવામાં સાધુને ઉપર પ્રમાણે અનુમોદનારૂપ દોષ લાગે છે અને સાધુએ તેમાં જો પ્રેરણા કરી હોય, તો કરાવવાનો દોષ પણ લાગે છે. કોઈ પણ કાર્ય કરવું, કરાવવું અને અનુમોદવું, એ ત્રણેય વ્યવહારથી સમાન છે, માટે તે સાધુને લેવાનો નિષેધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org