________________
પરિશિષ્ટ
૨૭૫ આદેશાનુસાર તે તે કાર્યને સમ્યફ પ્રકારે જ્ઞાનપૂર્વક અંગીકાર કરે, (૩) અંગીકાર કરેલા કાર્યને સારી રીતે આચરે, (૪) આચરણ કર્યા પછી હું વિનીત સુસાધુ છું એમ પોતાની પ્રશંસા ન કરે.
(૨) તસમાધિના ચાર પ્રકાર- (૧) મને શ્રત દ્વાદશાંગી)ની પ્રાપ્તિ થશે એવી બુદ્ધિથી ભણવું જોઈએ, પણ માનાદિ માટે નહિ. (૨) ભણવાથી હું એકાગ્રચિત્તવાળો થઈશ એ હેતુથી ભણવું જોઇએ. (૩) ભણવાથી ધર્મતત્ત્વનો જ્ઞાતા બની શુદ્ધ ધર્મમાં આત્માને સ્થાપીશ એ હેતુએ ભણવું જોઈએ. (૪) અધ્યયનના શુદ્ધ ફળ સ્વરૂપ શુદ્ધ ધર્મમાં હું પોતે રહીને બીજાને વિનયાદિ શુદ્ધધર્મમાં સ્થાપીશ એ હેતુએ ભણવું જોઈએ.
(૩) તપસમાધિના ચાર પ્રકાર– (૧) આ લોકમાં લબ્ધિ આદિ મને મળે-એ ઇચ્છાથી અનશન આદિ તપ ન કરવો જોઇએ. (૨) પરલોકમાં ભોગ આદિમને મળે-એ ઇચ્છાથી તપન કરવો જોઇએ. (૩) સર્વદિશામાં વ્યાપક પ્રસિદ્ધિ તે કીર્તિ, એક દિશામાં વ્યાપક પ્રખ્યાતિ તે વર્ણ (યશ), અર્ધ દિશામાં વ્યાપક પ્રશંસા તે શબ્દ, પોતાના સ્થાનમાં પ્રશંસા તે શ્લોક (શ્લાઘા), કીર્તિ આદિની ઇચ્છાથી તપન કરવો જોઇએ. (૪) પરંતુ કશીય ઈચ્છા રાખ્યા વિના માત્ર કર્મની નિર્જરા માટે તપ કરવો જોઈએ.
(૪) આચારસમાધિના ચાર પ્રકાર- આ લોકના સુખની પ્રાપ્તિ થાય એ હેતુથી આચાર (ક્રિયા) ન પાળવો, (૨) પરલોકના વૈષયિક સુખ માટે આચાર ન પાળવો, (૩) તેમજ કીર્તિ, વર્ણ, શબ્દ, શ્લોક માટે પણ આચાર ન પાળવો, (૪) પરંતુ શ્રી અરિહંત ભગવંતે સિદ્ધાંતમાં કહેલ અનાસવપણા આદિ માટે (અર્થાત્ જેથી અવશ્ય મોક્ષ જ થાય એવા સંવરાદિ માટે)- આચાર પાળવો જોઇએ.
- ૧૬ કષાયો - કષાયોના ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર ભેદો છે. દરેકના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંવલન એમ ચાર ચાર ભેદો છે. આથી કષાયના કુલ ૧૬ ભેદો થાય.
(૧) અનંતાનુબંધી-જે કષાયોના ઉદયથી મિથ્યાત્વમોહનીય કર્મનો ઉદય થાય તે અનંતાનુબંધી. આ કષાયો અનંત સંસારનો અનુબંધ=
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org