________________
ર૭૪.
સંબોધ પ્રકરણ (૬) માનસંજ્ઞા-ગર્વ થવો તે માનસંજ્ઞા છે. અહંકાર ભરેલી વાણીથી અને અહંકારપૂર્ણ વર્તનથી માનસંજ્ઞાની અભિવ્યક્તિ થાય છે. જેમ કે નમવા યોગ્યને નમવું નહિ, પોતાને કોઈ ન નમે તો ગુસ્સો આવે. પોતાની પ્રશંસા કરવી અને બીજાની નિંદા કરવી.
(૭) માયા સંજ્ઞા- વક્રતા કરવી કે છૂપાવવું તે માયાસંજ્ઞા. જૂઠું બોલવું, અન્યને ખબર ન પડે તે રીતે ખોટું કામ કરવું, શુદ્ધ વસ્તુમાં અશુદ્ધ વસ્તુ ભેળવવી, સાચી વસ્તુનું મૂલ્ય લઈને નકલી વસ્તુ આપવી, ઘરાકને વજનમાં ઓછું આપવું વગેરે માયાસંજ્ઞાના જ પ્રકારો છે.
(૮) લોભસંજ્ઞા-ભૌતિક વસ્તુઓની તૃષ્ણા કે લાલસા એ લોભસંજ્ઞા છે. જેટલું મળે તેટલું ઓછું જ લાગે, જરૂરિયાત કરતાં વધારે મેળવવાનું મન થાય, જેમ જેમ મળતું જાય તેમ તેમ અધિક મેળવવાનું મન થાય વગેરે લોભ સંજ્ઞા છે.
(૯) ઓઘસંજ્ઞા- અવ્યક્ત ઉપયોગથી થતી પ્રવૃત્તિ ઓઘ સંજ્ઞા છે. જેમકે વેલડીઓ ઝાડ ઉપર ચઢે છે.
(૧૦) લોકસંજ્ઞા– લોકોએ સ્વબુદ્ધિથી કલ્પેલી લૌકિક માન્યતાઓ અને પ્રવૃત્તિઓ લોકસંજ્ઞા છે. જેમ કે–પુત્રરહિતને સદ્ગતિ ન થાય. સંજ્ઞાઓના વિશેષબોધ માટે આ જ ગ્રંથમાં સંજ્ઞા અધિકાર જુઓ. (૧૧-૧૨) સુખ-દુઃખ સંજ્ઞા-શાતા-અશાતાના અનુભવમાં રાગ-દ્વેષ. (૧૩) મોહસંજ્ઞા– મિથ્યાદર્શન સ્વરૂપ છે. (૧૪) વિચિકિત્સાસંજ્ઞા-અશુચિના સ્પર્શ-દર્શનઆદિથી થતી પ્લાનિ (=જુગુપ્સા). (૧૫) શોકસંજ્ઞા-ઈષ્ટવિયોગઆદિથી થતો માનસિક સંતાપ. (દિલગીરી)
૧૬ સમાધિસ્થાનો | વિનયસમાધિ, શ્રુતસમાધિ, તપસમાધિ અને આચારસમાધિ એમ સમાધિના ચાર સ્થાનો છે. દરેકના ચાર ચાર પ્રકાર છે એમ સમાધિના કુલ સોળ સ્થાનો છે.
(૧) વિનયસમાધિના ચાર પ્રકાર–ગુરુ તે તે કાર્યમાં પ્રેરણા કે આદેશ કરે ત્યારે શિષ્ય (૧) અર્થી બની સાંભળવાની ઇચ્છા કરે, (૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org