________________
ગણા
૨૭૨
સંબોધ પ્રકરણ ઉપકાર કરે, કદાચ ઉપકાર કરવા માટે સમર્થ ન હોય તો પણ કૃતઘ્ન તો ન જ બને. ૮. શ્રત મેળવીને અભિમાની ન બને, બલ્ક મદના દોષો જાણેલાં હોવાથી અધિક નમ્ર બને. ૯. ગુરુ આદિના દોષોને જોઈને ગુરુની નિંદા નકરે. ૧૦. અપરાધ કરવા છતાં મિત્રો ઉપર ગુસ્સે ન થાય. ૧૧. અપ્રિય મિત્રે સેંકડો અપકાર કર્યા હોય તો પણ તેના ઉપકારનું સ્મરણ કરે તો તે એકાંતમાં પણ તેના દોષને ન કહે. ૧૨. વાયુદ્ધ રૂપ કલહને અને મારામારી આદિ કરવારૂપડમરને કરનારો ન હોય. ૧૩: બુદ્ધિમાન હોય. ૧૪. કુલીન હોય, એથી ઉત્તમ બળદની જેમ મૂકેલા ભારનો નિર્વાહ કરનારો હોય, અર્થાત્ સ્વીકારેલા કાર્યને કષ્ટ વેઠીને પણ પૂર્ણ કરે. ૧૫. પ્રતિસલીન હોય, અર્થાત્ કાર્ય વિના આમ-તેમ ફર્યા ન કરે.
૧૫ સંજ્ઞા આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, ક્રોધસંજ્ઞા, માનસંજ્ઞા, લોભસંજ્ઞા, ઓઘસંજ્ઞા, લોકસંજ્ઞા, સુખસંજ્ઞા, દુઃખસંજ્ઞા, મોહસંજ્ઞા, વિચિકિત્સાસંજ્ઞા અને શોકસંજ્ઞા એમ પંદર સંજ્ઞા છે.
અહીં સંજ્ઞા એટલે અશુભ ભાવો. તેવા પ્રકારના અમુક અશુભ ભાવોને જૈનશાસ્ત્રમાં સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. તે આ પ્રમાણે છે
(૧) આહારસંજ્ઞા– આહારસંજ્ઞા એટલે આહારની ઈચ્છા. અહીં સામાન્ય ઇચ્છા નહિ, આસક્તિપૂર્વકની ઇચ્છા સમજવી. બીજા શબ્દોમાં કહીએ તો આહાર સંજ્ઞા એટલે આહારની લાલસા. ઉત્તમ મુનિઓને પણ આહારની ઇચ્છા થાય છે. પણ તે ઇચ્છા આસક્તિ વગરની હોવાથી આહારસંજ્ઞા ન કહેવાય. મોહાધીન દરેક જીવમાં આહાર સંજ્ઞા રહેલી હોય છે. તેવું નિમિત્ત મળતાં આહારસંશા વ્યક્ત થાય છે. જેમ કે ભોજનની જરૂર ન હોવા છતાં સ્વાદથી લોભાઈ જવાથી ભોજન કરવાનું મન થાય. ભૂખ ન હોવા છતાં=પેટ ભરાઈ ગયું હોવા છતાં સ્વાદિષ્ટ આહાર જોઈને મન ખાવા માટે લલચાય. ભોજન કરતાં કરતાં સ્વાદિષ્ટ આહારમાં રોગ થાય, તેની પ્રશંસા થાય, અણગમતા આહાર ઉપર દ્વેષ થાય, તેની નિંદા કરવામાં આવે, આ બધા લક્ષણો આત્મામાં પડેલી આહારસંશાની અભિવ્યક્તિ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org