________________
પરિશિષ્ટ
૨૭૧ કામણ એ બેનો મિશ્ર યોગ હોય છે. તથા લબ્ધિધારી મુનિ વગેરેને વૈક્રિય અને ઔદારિક એ બેનો મિશ્રયોગ હોય છે. બંનેમાં વૈક્રિયની પ્રધાનતા હોવાથી વૈક્રિયમિશ્ર યોગ કહેવામાં આવે છે. આહારકમિશ્નમાં આહારક અને ઔદારિક એ બેનો મિશ્ર યોગ હોય છે. આહારકની પ્રધાનતા હોવાથી આહારકમિશ્ર કહેવાય છે.
ચાર વચનયોગ-૧. સત્ય, ૨. અસત્ય, ૩. મિશ્ર, ૪. અસત્યામૃષા. ૧. સત્ય– સત્ય વચન બોલવું તે. દા.ત. પાપનો ત્યાગ કરવો જોઈએ વગેરે. ૨. અસત્ય-અસત્ય વચન બોલવું તે. દા.ત. પાપ જેવું જગતમાં કાંઈ છે જ નહિ. ૩. મિશ્ર– થોડું સત્ય અને થોડું અસત્ય વચન બોલવું છે. દા.ત. સ્ત્રીઓ અને પુરુષો બંને જતા હોય ત્યારે પુરુષો જાય છે એમ કહેવું (વગેરે). અહીં પુરુષો જાય છે તે અંશે સાચું છે. પણ તેમાં સ્ત્રીઓ પણ હોવાથી આ વચન ખોટું પણ છે. આથી આ વચન મિશ્ર સત્યમૃષા છે. ૪. અસત્યામૃષા– સાચું પણ નહિ અને ખોટું પણ નહિ તેવું વચન. દા.ત. ગામ જા, વગેરે. ચાર મનોયોગ-વચનયોગના જે ચાર ભેદો છે તે જ ચાર ભેદો મનોયોગના છે. અર્થ પણ તે જ છે. માત્ર બોલવાના સ્થાને વિચાર કરવો એમ સમજવું.
૧૫ શિક્ષાશીલ ઉત્તરાધ્યાનસૂત્રના ૧૧મા અધ્યયનમાં જણાવેલા ૧૫ શિક્ષાશીલ આ પ્રમાણે છે. ૧. નીચવર્તી–ગુરુ આદિની આગળ નીચો બનીને રહે, અર્થાત્ નમ્રપણે વર્તે. ૨. અચપલ-ચપલના ગતિ, સ્થાન, ભાષા અને ભાવના ભેદથી ચાર પ્રકાર છે. જલદી જલદી ચાલનારો ગતિચપલ છે. બેઠો બેઠો હાથ-પગ વગેરેને હલાવ્યા કરે તે સ્થાનચપલ છે. વિચાર્યા વિના બોલવું, સભ્ય વચનો બોલવા વગેરે રીતે અનુચિત બોલનારો ભાષાચપલ છે. પ્રસ્તુત સૂત્ર વગેરે પૂર્ણ થયા વિના જ બીજું સૂત્ર વગેરે ગ્રહણ કરે તે ભાવચપલ છે. તેનાથી વિપરીત અચપલ જાણવો. ૩. અમાથી-માયાન કરે. ૪. અકુતૂહલી– ઇંદ્રજાળ વગેરે કૌતુક જોવાની ઉત્કંઠાવાળો ન હોય. છે, કોઈનો તિરસ્કાર ન કરે. ૬. ક્રોધના અવિચ્છેદરૂપ પ્રબંધને ન કરે, અર્થાત્ સતત ક્રોધ ન કરે. ૭. જેની સાથે મિત્રાચારી હોય તેના ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org