________________
સંબોધ પ્રકરણ
૨૬૮
એકમાં ગણ્યા છે.) ૭. ‘ગુચ્છો’ ઊનની કામળીનો કકડો પાત્રાની ઉપર બાંધવામાં આવે છે તે (ઉપરનો ગુચ્છો), એમ પાત્ર સહિત તેનો પરિવાર કુલ સાત પ્રકારનો તથા ૮ થી ૧૦. એક ઊનનો (કામળી) અને બે સુતરાઉ એમ ત્રણ કપડા, ૧૧. રજોહરણ, ૧૨. મુહપત્તિ, ૧૩. ચોલપટ્ટો અને ૧૪. માત્રક (નાનું પાત્ર) એમ સ્થવિકલ્પી સાધુના ૧૪ ઉપકરણો છે. પ્રતિરૂપ વગેરે ચૌદ ગુણો
૧. તીર્થંકરાદિના પ્રતિબિંબ જેવા, ૨. તેજસ્વી, ૩. યુગપ્રધાનાગમ, ૪. મધુર વક્તા, ૫. ગંભીર, ૬: ધૃતિમાન, ૭. ઉપદેશ દેવામાં તત્પર, ૮. અપ્રતિશ્રાવી, ૯. સૌમ્ય, ૧૦. સંગ્રહશીલ, ૧૧. અભિગ્રહ કરવાની બુદ્ધિવાળા, ૧૨. વિકથા-નિંદા નહિ કરનારા, ૧૩. સ્થિર સ્વભાવવાળા અને ૧૪. પ્રશાંત હૃદયવાળા ગુરુ હોય.
ભાવાર્થ– આચાર્ય ભગવંત આકૃતિમાં તીર્થંકર ગણધરાદિ જેવા અતિ સુંદર હોય, કાંતિમાન હોય, વર્તમાન કાળે વર્તતા, સમગ્ર શાસ્ત્રને જાણનારા હોય અથવા બીજા લોકની અપેક્ષાએ બધાથી વધારે જ્ઞાનવાળા હોય. તેથી યુગપ્રધાનાગમ કહેવાય, જેનું વચન મધુર લાગે એવા હોય, અતુચ્છ હૃદયવાળા હોય કે જેથી બીજો વ્યક્તિ તેના હૃદયને જાણી ન શકે તેવા ગંભીર, ધૈર્યવાળા, અર્થાત્ કષ્ટમાં અધીરા ન બને. ભવ્ય જીવોને ઉપદેશ આપવામાં તત્પર હોય. એટલે સારા વચનો વડે માર્ગમાં પ્રવર્તાવનારા હોય.
નિશ્ચિંદ્ર શૈલ ભાજનની જેમ અપ્રતિશ્રાવી હોય એટલે કે... છિદ્ર વિનાના પત્થરના ભાજનમાં નાંખેલું પાણી જેમ નીચે ગળે નહિ એટલે કે બહાર જાય નહિ તેમ કોઇએ કહેલ પોતાની ગૂઢ વાત-ગુહ્ય વાત જેના હૃદયમાંથી ઝરતી નથી અર્થાત્ બીજાને કહે નહિ, તેથી અપરિશ્રાવી હોય, સૌમ્ય એટલે દેખવા માત્રથી જ આહ્લાદકારી હોય-બોલવાથી તો વિશેષ આહ્લાદ કરે તેમાં નવાઇ જ શું ? શિષ્યાદિકને માટે વસ્ર-પાત્રાદિપુસ્તકાદિનો સંગ્રહ કરવામાં તૈયાર હોય તે માત્ર ધર્મવૃદ્ધિને માટે જ પણ લોલુપતાથી નહિ, વળી દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી ને ભાવથી એમ ચારે પ્રકારના અભિગ્રહ કરવાની બુદ્ધિવાળા હોય. કારણ કે અભિગ્રહ પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org