________________
પરિશિષ્ટ
૨૬૭
બને છે. યોગરહિત અવસ્થા ચૌદમું ગુણસ્થાન છે. ચૌદમા ગુણસ્થાને આત્મા મેરુપર્વતની જેમ નિષ્પ્રકંપ બનીને બાકી રહેલાં ચાર કર્મોનો ક્ષય થતાં દેહનો ત્યાગ કરી મોક્ષમાં ચાલ્યો જાય છે. આત્માનો આ અંતિમ વિકાસ છે. હવે તે કૃતકૃત્ય છે. હવે એને કદી દુઃખનો અંશ પણ નહિ આવે, એકલું સુખ જ રહેશે. ચૌદમા ગુણસ્થાને યોગો નથી હોતા, પણ કેવલજ્ઞાન હોય છે. આથી એને અયોગી કેવળી કહેવામાં આવે છે.
૧૪ ભૂતગ્રામો
ચૌદ ભૂતગ્રામો આ પ્રમાણે છે–સૂક્ષ્મ અને બાદર–એ બે પ્રકારના એકેન્દ્રિય જીવો, બેઇન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય—એ ત્રણ પ્રકારના વિકલેન્દ્રિય જીવો અને સંશી તથા અસંજ્ઞી—એ બે પ્રકારના પંચેંદ્રિય જીવો, એમ સાત પ્રકારોના પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે ભેદો હોવાથી (૭૪૨=૧૪) ચૌદ પ્રકારના જીવો, અથવા ચૌદ ગુણસ્થાનકે વર્તતા ચૌદ પ્રકારના વિશિષ્ટ શુદ્ધિ પામેલા જીવો તે ‘ચૌદ ભૂતગ્રામો' સમજવા. ૧૪ પૂર્વો
૧. ઉત્પાદ, ૨. અગ્રાયણીય, ૩. વીર્યપ્રવાદ, ૪. અસ્તિપ્રવાદ, ૫. જ્ઞાનપ્રવાદ, ૬. સત્યપ્રવાદ, ૭. આત્મપ્રવાદ, ૮. કર્મપ્રવાદ, ૯. પ્રત્યાખ્યાનપ્રવાદ, ૧૦. વિદ્યાપ્રવાદ, ૧૧. કલ્યાણપ્રવાદ, ૧૨. પ્રાણાવાય, ૧૩. ક્રિયાવિશાલ, ૧૪. લોકબિંદુસાર.
સાધુના ચૌદ ઉપકરણો
૧. મુખ્યપાત્ર, ૨. પાત્ર બાંધવાની વસ્રની ચોરસ ઝોળી, ૩. પાત્રસ્થાપન એટલે કામળનો કકડો, જેમાં પાત્ર મૂકાય તે (નીચેનો ગુચ્છો), ૪. ‘પાત્રકેસરિકા' જેનાથી પાત્રોનું પડિલેહણ કરાય તે વર્તમાનમાં ‘ચરવળી’ નામે પ્રસિદ્ધ છે. ૫. ‘પડલા' ભિક્ષાભ્રમણ વખતે પાત્રા ઉપર ઢાંકવાના વસ્ત્રના કકડા, (તે ત્રણથી પાંચ સુધી હોય તેની બધાની અહીં એકમાં ગણના કરી છે.) ૬. ‘રજસ્ત્રાણ' પાત્રને વીંટવાના કોમળ સુતરાઉ વસ્રના કકડા (તે દરેકને પણ પ્રાકૃતભાષાના નિયમથી
૧. શૈલેશીકરણ કરીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org