________________
પરિશિષ્ટ
૨૬૯ તપ રૂપ જ છે. વળી નિંદા-વિકથા નહિ કરનારા હોય, પોતાની પ્રશંસા તો કદી પણ ન કરે, સ્થિર સ્વભાવવાળા હોય, ચંચળ પરિણામવાળા ન હોય, પ્રશાંત હૃદયવાળા હોય એટલે ક્રોધાદિકથી રહિત ચિત્તવાળાશાંતમૂર્તિ હોય, આવા ગુના ગુણોથી શોભતા ગુરુ હોય. એવા ગુરુ વિશેષે કરીને માનવા યોગ્ય જાણવા.
જ્ઞાનની ૧૪ આશાતનાઓ ૧. વિદ્ધન્=સૂત્રાદિમાં જે અસ્તવ્યસ્ત કર્યું, જેમ રત્નની માળાના દોરામાં રત્નો નાનાં-મોટાં જેમ-તેમ પરોવે, તેમ શ્રતમાં પણ ક્રમ વગેરે સાચવે નહિ, ઉચ્ચાર યથાર્થ કરે નહિ, ઈત્યાદિ આશાતના. ૨. “અત્યારોહિત+=કોળીએ (હિંદુ જાતિની વ્યક્તિએ) જ્યાંથી ત્યાંથી વસ્તુલાવીને બનાવેલી ફીરની જેમ જુદા જુદા શાસ્ત્રોના પાઠો (અંશો) ભેગા કરીને સૂત્રના મૂળ સ્વરૂપને બદલી નાંખવારૂપ આશાતના. ૩. “નાક્ષર'=એકાદિ અક્ષરો ન્યૂન કરવારૂપ 'આશાતના. ૪. “અત્યક્ષમ'=એક કે અનેક અક્ષરો વધારવારૂપ આશાતના. ૫. પટ્ટીનમ =(એકાદિ) પદ ઘટાડવારૂપ આશાતના. ૬. વિનયીન'= ઉચિતવિનયનહિકરવારૂપઆશાતના ૭. “પોપટ્ટીનમ =ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત વગેરે તેતે વર્ણનો ઘોષ (અવાજ) યથાર્થ નહિ કરવારૂપ આશાતના. ૮. યોહીનY=વિધિપૂર્વકયોગોદ્ધહન નહિ કરવારૂપ આશાતના.૯. “સુe (=અહીં સુધુ શબ્દનો પ્રાચીન ભાષામાં “અધિક અર્થ થતો હોવાથી ગુરુએ અલ્પ શ્રુતને યોગ્યસાધુવગેરેને “સુખું એટલે ઘણું સૂત્ર આપ્યું, અર્થાત્ યોગ્યતાવગરવધારે ભણાવવારૂપઆશાતના. ૧૦. “સુપ્રતિષ્ઠિતમ્ =શિષ્ય કિલુષિત ચિત્તે ગ્રહણ કરવા(ભણવા)રૂપ આશાતના. ૧૧-૧૨. “માને
સ્વાધ્યાયઃ-ના સ્વાધ્યાયઃ'=સ્વાધ્યાય માટે નિષિદ્ધકાળમાં સ્વાધ્યાય કર્યો અને અનિષિદ્ધકાળમાં સ્વાધ્યાય ન કર્યો, એમ ઉભય
૧. જેમ જો નામું લખવામાં એક મીંડ કે અંક સંખ્યામાં ન્યૂનાધિક લખાઈ જાય, તો સરવૈયું
મળે નહિ-અનર્થ થાય, તેમ આગમસૂત્રનો પણ અક્ષર-કાનો-માત્રા વગેરે ન્યૂનાષિક થવાથી અર્થનો અનર્થ સંભવિત છે. તેમ ન બને એ હેતુથી પૂર્વાચાર્યોએ અક્ષરોની, પદોની અને ગુરુ-લઘુ અક્ષરોની ગણના કરી અંતે જણાવેલી હોય છે, તેમાં હીનાધિક કરવાથી અનર્થ થાય, માટે અતિચાર સમજવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org