________________
પરિશિષ્ટ
૨૫૯
સપ્રયોજન=સંયમનિર્વાહ ન થાય તેવા પ્રસંગે અથવા ગ્લાન વગેરેને માટે, એમ સકારણ સ્વ-પરાર્થે દોષિત આહારાદિ વસ્તુ લેવી પડે તે (અથવા ત્રસાદિ જીવોની વિરાધના કરવી પડે તે) અર્થાય ક્રિયા. ૨. અનર્થક્રિયા એટલે નિષ્પ્રયોજન ક્રિયા=વિના પ્રયોજને પણ દોષિત આહારાદિ લેવાં (અથવા કાર્કિડા વગેરે જીવોને મારવા કે વનના વેલા વગેરેને તોડવા) ઇત્યાદિ ક્રિયા. ૩. હિંસાક્રિયા– એટલે હિંસા માટે ક્રિયા, અર્થાત્ દેવ-ગુરુ કે સંઘના શત્રુઓને, અથવા ‘સર્પ’ વગેરે હિંસક જીવોની હિંસા કરી, કરે છે કે ભવિષ્યમાં કરશે' એમ સમજી તેઓની ત્રણેય કાળની હિંસા માટે દંડ કરવો, તેઓને મારવા તે હિંસા માટે ક્રિયા. ૪. અકસ્માત્ ક્રિયા– કોઇ બીજાને હણવા માટે બાણ વગેરે શસ્ત્ર ફેંકવા છતાં ઘાત બીજાનો થાય તે. ૫. દૃષ્ટિવિપર્યાસક્રિયા– મિત્ર છતાં શત્રુ શ્રેણીને કે ચોર ન હોય તેને ચોર સમજીને હણે તે. ૬. મૃષાક્રિયા– (પોતાના કે જ્ઞાતિજન વગેરેના માટે) મૃષાવાદ (અસત્ય) બોલવારૂપ ક્રિયા. ૭. અદત્તાદાનક્રિયા– (પોતાના કે જ્ઞાતિજન વગેરેને માટે) સ્વામિઅદત્ત, જીવઅદત્ત, તીર્થંકરઅદત્ત અને ગુરુઅદત્તએ ચાર પ્રકારનું અદત્ત ગ્રહણ કરવાની ક્રિયા. ૮. અધ્યાત્મક્રિયા– શ્રી ઋષભદેવ ભગવાનના કોંકણદેશના સાધુની જેમ જો મારા પુત્રો વર્તમાનમાં ક્ષેત્રના વેલાઓ વગેરેને બાળી નાંખે તો સારું, નહિ તો અનાજ નહિ પાકવાથી દુ:ખી થશે' વગેરે અનુચિત ચિંતવવું, (અથવા કોઇ નિમિત્ત વિના સ્વપ્રકૃતિથી જ મનમાં ક્રોધ, માન, માયા, લોભ, ક્લેશ વગેરે કરીને દુ:ખી થવું) તે ક્રિયા પોતાના આત્મામાં થતી હોવાથી અધ્યાત્મક્રિયા જાણવી. ૯. માનક્રિયા– પોતાનાં ‘જાતિ, કુળ, ઐશ્વર્ય,
કોંકણદેશના એક ખેડૂતે પ્રભુ શ્રી ઋષભદેવના શાસનમાં દીક્ષા લીધેલી. તેણે એક દિવસે કાયોત્સર્ગ કરેલો. તેમાં બહુ સમય લાગવાથી તેને ગુરુએ પૂછ્યું કે—હે મહાનુભાવ ! આટલો વખત તેં કાયોત્સર્ગમાં શું ચિંતવ્યું ? તેણે કહ્યું કે—જીવદયા ! કેવી જીવદયા તે ચિંતવી ? ત્યારે તેણે કહ્યું કે—અત્યારે વર્ષાઋતુ છે, હું જ્યારે ખેતી કરતો હતો, ત્યારે ક્ષેત્રમાં ‘સૂડ’ (નકામું ઘાસ ઉગ્યું હોય તેને કાપી નાંખવાની ક્રિયા) વગેરે સારી રીતે કરતો હતો, તેથી અનાજ ઘણું પાકવાથી નિર્વાહ સારો થતો, હવે પુત્રો પ્રમાદી હોવાથી ‘સૂડ’ વગેરે નહિ કરે તેથી અનાજ ઓછું પાકવાથી તે બિચારા દુઃખી થશે, માટે ‘સૂડ’ વગેરે કરે તો સુખી થાય, ઇત્યાદિ દયા ચિંતવી. ગુરુએ આવું ચિંતન કરવું તે સાવદ્ય (પાપરૂપ) છે, એમ તેને સમજાવી તેનો નિષેધ કર્યો, ઇત્યાદિ. (કલ્પસૂત્ર ક્ષણ-૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org