________________
૨૫૮
સંબોધ પ્રકરણ આદિ ત્રણ અજ્ઞાન એમ આઠ ભેદો છે. અનાકારોપયોગના (=દર્શનોપયોગના) ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન એ ચાર ભેદો છે. આમ ઉપયગોના બાર ભેદો છો. પ્રશ્ન- સાકાર ઉપયોગ અને અનાકાર ઉપયોગનો શો અર્થ છે?
ઉત્તર– દરેક ક્ષેય વસ્તુ સામાન્ય અને વિશેષ રૂપ છે. શેય વસ્તુનો વિશેષરૂપે બોધ તે જ્ઞાન અને સામાન્ય રૂપે બોધ તે દર્શન. આથી સાકારોપયોગને જ્ઞાનોપયોગ યા સવિકલ્પોપયોગ કહેવામાં આવે છે. અનાકારોપયોગને દર્શનોપયોગ યા નિર્વિકલ્પોપયોગ કહેવામાં આવે છે. સાકારોપયોગના પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આઠ ભેદોનું સ્વરૂપ તત્ત્વાર્થાધિગમ સૂત્રના પ્રથમ અધ્યાયમાં જ્ઞાનના પ્રકરણમાં કર્યું છે. અનાકારોપયોગના ચાર ભેદોનું સ્વરૂપ નીચે મુજબ છે.
અચક્ષુદર્શન– આંખ સિવાયની ચાર ઇંદ્રિયો અને મન ધારો થતો વસ્તુનો સામાન્યરૂપે બોધ. ચક્ષુદર્શન– ચક્ષુ દ્વારા થતો વસ્તુનો સામાન્યરૂપે બોધ.
અવધિદર્શન– ઇંદ્રિયોની સહાય વિના આત્માને થતો કેવળ રૂપીપદાર્થોનો સામાન્ય રૂપે બોધ.
કેવળદર્શન– રૂપી-અરૂપી સર્વ વસ્તુઓનો સામાન્ય રૂપે થતો બોધ. પ્રશ્ન- જેમ જ્ઞાનોપયોગના જ્ઞાન અજ્ઞાન એવા બે ભેદ છે, તેમ દર્શનોપયોગના દર્શન અને અદર્શન એવા બે ભેદ કેમ નથી?
ઉત્તર– જ્ઞાનોપયોગમાં પદાર્થનો વિશેષ બોધ થતો હોવાથી પદાર્થનો ભેદ જણાય છે. અર્થાત પદાર્થ સ્પષ્ટ જણાય છે, અને એથી આ જ્ઞાન સાચું છે અને આ જ્ઞાન ખોટું છે એમ ભેદ પડે છે. દર્શનોપયોગમાં પદાર્થનો સામાન્ય બોધ થતો હોવાથી ભેદ જણાતો નથી, અર્થાત્ પદાર્થ સ્પષ્ટ જણાતો નથી અને એથી આ દર્શન સાચું અને આ દર્શન ખોટું એમ ભેદ પડતો નથી.
૧૩ ક્રિયાનો અહીં ક્રિયા એટલે કર્મબંધમાં હેતુભૂત ચેષ્ટા અને તેના સ્થાનો એટલે ભેદો તે ક્રિયાસ્થાનો. ક્રિયાસ્થાનો આ પ્રમાણે છે. ૧. અર્થક્રિયા– એટલે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org