________________
પરિશિષ્ટ
૨૫૭ (૯) નિર્જરા જેવી રીતે પ્રયત્નપૂર્વક લાંઘણ કરવાથી પુષ્ટ પણ જવર વગેરે દોષો નાશ પામે છે. તેવી રીતે સંવરયુક્ત જીવ એકઠા કરેલા બદ્ધ વગેરે પ્રકારના જ્ઞાનાવરણીય વગેરે કર્મને તપથી નાશ કરે છે.
(૧૦) લોકવિસ્તાર– લોકના નીચેના, મધ્યના અને ઉપરના પણ વિસ્તારને વિચારે. લોકના સર્વ વિભાગમાં જન્મ-મરણને વિચારે અને લોકના સર્વ વિભાગમાં રૂપી દ્રવ્યના ઉપયોગને વિચારે.
(૧૧) ધર્મસ્વાખ્યાત-જેમણે શત્રુગણને જીતી લીધો છે એવા જિનેશ્વરોએ જગતના હિત માટે આ ધર્મ સારી રીતે કહ્યો છે. જે જીવો આ ધર્મમાં લીન બનેલા છે તે જીવો સંસારસાગરને રમતથી તરી ગયેલા થાય છે.
(૧૨) બોધિદુર્લભ-મનુષ્યભવ, કર્મભૂમિ, આર્યદેશ, આર્યકુળ આરોગ્ય, દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થવા છતાં તથા ધર્મજિનાજ્ઞા, ધર્મોપદેશક અને ધર્મશ્રવણ પ્રાપ્ત થવા છતાં બોધિ (સમકિત) અતિશય દુર્લભ છે.
૧૨ ભિક્ષુપ્રતિમા એક માસથી આરંભી ક્રમશઃ એક એક માસની વૃદ્ધિથી સાત માસ. સુધી સાત પ્રતિમાઓ છે. તે આ પ્રમાણે– ૧. માસિકી, ૨. દ્વિમાસિકી, ૩. ત્રિમાસિકી, ૪. ચતુર્માસિકી, પ. પંચમાસિકી, ૬. પપ્પાસિકા, ૭. સામાસિકી. ત્યાર બાદ ત્રણ પ્રતિમા સસરાત્રિદિવસની એટલે કે ૮. સાત રાત્રિદિવસની, ૯. સાત રાત્રિદિવસની, ૧૦. સાત રાત્રિદિવસની, ૧૧. અહોરાત્રિી અને ૧૨. રાત્રિકી. આમ કુલ બાર સાધુપ્રતિમાઓ છે. આનું વિશેષ વર્ણન આજ ગ્રંથમાં પ્રતિમા અધિકારમાં તથા પંચાશક પ્રકરણના બીજા ભાગમાં પ્રતિમાપંચાશકમાં છે.
શ્રાવકના ૧૨ વ્રતો આ જ ગ્રંથમાં શ્રાવકવ્રત અધિકારમાં વિસ્તારથી જણાવ્યા છે.
૧૨ ઉપયોગના ભેદો ઉપયોગના મુખ્ય બે ભેદ છે–૧. સાકારોપયોગ, ૨. અનાકારોપયોગ. સાકારોપયોગ એટલે જ્ઞાનોપયોગ. અનાકારોપયોગ એટલે દર્શનોપયોગ. સાકારોપયોગના =જ્ઞાનોપયોગના) મતિ આદિ પાંચ જ્ઞાન અને મતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org