________________
૨૫૬.
સંબોધ પ્રકરણ (૧) અનિત્યત્વ-પ્રિયજનોનો સંયોગ, ઋદ્ધિની પ્રાપ્તિ, વિષયસુખની પ્રાપ્તિ તથા આરોગ્ય અને શરીર, યૌવન અને જીવન આ બધું અનિત્ય છે.
(૨) અશરણત્વ- જન્મ-જરા-મરણના ભયથી હેરાન થઈ ગયેલા અને વ્યાધિની વેદનાથી ઘેરાયેલા આ લોકમાં જીવને જિનેશ્વરના વચન ( જિનાગમ) સિવાય ક્યાંય શરણ નથી.
(૩) એકત્વ ભવભ્રમણમાં જીવ એકલો જ જન્મે છે, એકલો જ મરે છે અને શુભ કે અશુભ ગતિ એકલાની જ થાય છે. તેથી એકલાએ જ પોતાનું સદાકાળ માટેનું હિત કરી લેવું જોઈએ.
(૪) અન્યત્વ– સ્વજન(ત્રપિતા વગેરે)થી અને પરિજન(=દાસ વગેરે)થી વૈભવ(=સુવર્ણ વગેરે)થી અને શરીરથી હું ભિન્ન છું એવી જેની આ મતિ નિશ્ચિત છે તેને શોકથી ભરેલો કલિકાલ પણ પરેશાન કરતો નથી.
(૫) અશુચિ–- શરીરમાં શુચિ પદાર્થને પણ અશુચિ કરવાનું સામર્થ્ય હોવાથી અને શરીરનું આદિકારણ અને ઉત્તરકારણ અપવિત્ર હોવાથી સ્થાને સ્થાને શરીરની અપવિત્રતા વિચારવા યોગ્ય છે.
(૬) સંસાર– સંસારમાં એક જ જીવ એક ભવમાં માતા થઈને બીજા ભવમાં પુત્રી થાય છે, ફરી બહેન થાય છે, ફરી પત્ની થાય છે, એક જ જીવ એક ભવમાં પુત્ર થઈને બીજા ભવમાં પિતા થાય છે, ફરી ભાઈ થાય છે અને ફરી શત્રુ થાય છે. આ છે સંસારનું વગર ટિકિટનું નાટક.
(૭) આસ્રવ – જે જીવ મિથ્યાષ્ટિ છે, અવિરત છે, પ્રમાદી છે, કષાયરુચિ અને દંડરુચિ છે તેવા જીવને મિથ્યાત્વાદિના કારણે કમ (આત્મામાં) આવ્યું છતે કર્મોનો આસવ થાય છે. આ ભાવનાના બળથી આસવનો નિગ્રહ કરવામાં તે રીતે પ્રયત્ન કરે (કે જેથી આસવ વિશેષો ન થાય.)
(૮) સંવર- પુણ્યકર્મ-પાપકર્મને ગ્રહણ ન કરવામાં મન-વચનકાયાની જે પ્રવૃત્તિ છે, તે સંવર છે. આ સંવર તીર્થકર ભગવંતે બતાવેલો છે. આત્મામાં સારી રીતે સ્થાપેલો સંવર ભવિષ્યમાં હિત કરનારો છે. આવો સંવર ચિંતન કરવા યોગ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org