________________
પરિશિષ્ટ
૨૫૫
(૪) ચામર– દેવો અને દાનવો ભગવાનની આગળ શરદઋતુના ચંદ્રકિરણોના સમૂહ જેવી શ્વેત ચામરોની શ્રેણિને વિઝે છે. સમવાયાંગસૂત્રમાં બે ચામરો વિઝાય છે એવો ઉલ્લેખ છે.)
(૫) સિંહાસન નિર્મળ સ્ફટિક રત્નનું સિંહના ચિહ્નવાળું આસન ( સિંહાસન) ભગવાનના બેસવાના સ્થાને ઉચિત રીતે ગોઠવાઇ જાય છે.
(૬) ભામંડલ- દેવો ભગવાનના મસ્તકની પાછળ દેદીપ્યમાન કાંતિના સમૂહથી યુક્ત ભામંડલની રચના કરે છે.
(૭) ઇંદુભિ-દેવો આકાશમાં ભગવાનની આગળ દુભિ વગાડે છે. તે દુંદુભિનો નાદ આકાશ પૃથ્વીના અંતરાલને વાચાલ કરી દે તેવો હોય, અને સાંભળનારને આનંદ ઉપજાવે તેવો હોય છે.
(૮) છત્રભગવાનના મસ્તક ઉપર ત્રણ છત્રો શોભે છે. તે છત્રો ઉપર ઉપર રહેલા છે. અર્થાત ઉપર ઉપરનું છત્ર મોટું છે.
ચાર અતિશયો– (૯) અપાયાપગમ–અપાય એટલે દુઃખ. અપગમ એટલે દૂર થવું. દુઃખનું સર્વથા દૂર થવું તે અપાયાપગમ. દુઃખનું મુખ્ય કારણ એવા રાગ-દ્વેષ વગેરે આંતરશત્રુઓનો નાશ થવો એ અરિહંતોનો અપાયાધગમ અતિશય છે. : (૧૦) જ્ઞાનાતિશય કેવળજ્ઞાનની પ્રાપ્તિ થવી એ અરિહંતોનો જ્ઞાનાતિશય છે.
(૧૧) પૂજાતિશય-દેવેદ્રોથી અને ચક્રવર્તીઓથી અરિહંતો પૂજાય છે એ અરિહંતોનો પૂજાતિશય છે.
(૧૨) વચનાતિશય દેશનામાં ભગવાન એક અર્ધમાગધી ભાષામાં બોલતા હોવા છતાં દેવો, મનુષ્યો અને તિર્યંચો પોતપોતાની ભાષામાં સમજી શકે છે. એ અરિહંતનો વચનાતિશય છે.
- ૧૨ ભાવનાઓ ૧. અનિત્યત્વ, ર. અશરણત્વ, ૩. એકત્વ, ૪. અન્યત્વ, ૫. અશુચિત્વ, ૬. સંસાર, ૭. આસવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. લોકવિસ્તાર, ૧૧. ધર્મસ્વાખ્યાત, ૧૨. બોધિદુર્લભ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org