________________
૨૫૪ .
સંબોધ પ્રકરણ શ્રાવકની ૧૧ પ્રતિમા આ જ ગ્રંથમાં શ્રાવક પ્રતિમા અધિકારમાં વિસ્તારથી જણાવી છે.
૧૨ અંગ. ૧. આચારાંગ, ૨. સૂત્રકૃતાંગ, ૩. સ્થાનાંગ, ૪. સમવાયાંગ, ૫. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતીજી), ૬. જ્ઞાતાધર્મકથા, ૭. ઉપાશકદશા, ૮. અંતકૃતદશા, ૯. અનુત્તરોપપાતિક, ૧૦. પ્રશ્નવ્યાકરણ, ૧૧. વિપાકસૂત્ર, ૧૨. દષ્ટિવાદ.
૧૨ ઉપાંગ. . ૧. ઔપપાતિક, ૨. રાજપ્રશ્નીય, ૩. જીવાભિગમ, ૪. પ્રજ્ઞાપના, ૫. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ, ૬. સૂર્યપ્રજ્ઞપ્તિ, ૭. ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૮. નિરયાવલિકા, ૯. કલ્પાવતંસક, ૧૦. પુષ્પિકા, ૧૧. પુષ્પચૂલિકા, ૧૨. વૃષ્ણિદશા.
અરિહંતના ૧૨ ગુણો આઠ પ્રાતિહાર્ય અને ચાર અતિશયો એમ અરિહંતના ૧૨ ગુણો છે.
આઠ પ્રાતિહાર્યો- (૧) અશોકવૃક્ષ- સમવસરણની મધ્યમાં રહેલો હોય છે. ભગવાનના શરીરથી બારગણું ઊંચું અને ગોળાકારે ચારે બાજુ સાધિક એક યોજન સુધી પહોળું હોય છે. લાલ રંગનો હોય છે. વ્યંતર દેવો અશોકવૃક્ષની રચના કરે છે.
(૨)પુષ્પવૃષ્ટિ-વોસમવસરણમાં વિવિધરંગનાં પુષ્પોની જાનુ પ્રમાણ વૃષ્ટિ કરે છે. ડોલતી પાંખડીઓનો સમૂહ ઉપર રહે અને ડીટો નીચે રહે તે રીતે વૃષ્ટિ કરે છે. આ પુષ્પો સચિત્ત (જળ-સ્થલમાં ઉત્પન્ન થયેલાં) અને અચિત્ત (વિફર્વેલાં) એમ બંને પ્રકારના હોય છે. ગૃહસ્થો, સાધુઓ, મનુષ્યો, તિર્યંચો વગેરે પુષ્પો ઉપર ચાલે છે છતાં પણ પુષ્પોને કિલામણા થતી નથી, બલ્ક તીર્થકરના પ્રભાવથી અધિક ઉલ્લાસ થાય છે.
(૩) દિવ્યધ્વનિ- ભગવાન માલકોશ રાગમાં દેશના આપે છે. ભગવાનના ધ્વનિને દેવો વીણા વગેરે વાજિંત્રોમાં પૂરે છે. વણા વગેરે માલકોશ રાગમાં વગાડે છે. આથી ભગવાનનો ધ્વનિ દિવ્ય છે. તે દિવ્ય ધ્વનિ એક યોજન સુધી પહોંચે (સંભળાય) છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org