________________
પરિશિષ્ટ
૨૫૩
૧૧ સુવર્ણના ગુણો સુવર્ણ વિષઘાતી, રસાયણ, મંગલાર્થ, વિનીત, પ્રદક્ષિણાવર્ત, ગુરુ, અદાહ્ય અને અકસ્ય હોય છે. આ પ્રમાણે સુવર્ણમાં વિષઘાત વગેરે આઠ ગુણો છે. વિષઘાતી=વિષનો નાશ કરનાર. રસાયણ–વૃદ્ધાવસ્થાને અટકાવનાર, અર્થાત્ વૃદ્ધાવસ્થા થવા છતાં શક્તિ, કાંતિ આદિથી વૃદ્ધાવસ્થા ન જણાય. મંગલાર્થ મંગલનું કારણ છે, માંગલિક કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે. વિનીત કડાં, કેયૂર વગેરે આભૂષણો થાય છે. પ્રદક્ષિણાવર્ત=અગ્નિના તાપથી જમણી તરફથી ગોળ ગોળ ફરે છે. ગુરુ સારયુક્ત છે. અદાહ્ય=સારયુક્ત હોવાથી અગ્નિથી ન બળે. અમુલ્ય=તેમાં દુર્ગધ ન હોય. સુવર્ણના આઠ ગુણો જેવા સાધુના આઠ ગુણો– इय मोहविसं घायइ सिवोवएसा रसायणं होति । । गुणओ य मंगलटुं, कुणति विणीओ य जोग्गत्ति ॥ ३३ ॥ मग्गणुसारि पयाहिण, गंभीरो गरुयओ तहा होइ । कोहग्गिणा अडझो, अकुत्थ सइ सीलभावेणं ॥ ३४ ॥ સુવર્ણની જેમ સાધુ પણ વિષઘાતી, રસાયણ, મંગલાર્થ, વિનીત, પ્રદક્ષિણાવર્ત, ગુરુ, અદાહ્ય અને અકસ્યું છે. ' ' વિષઘાતી=મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને અન્ય જીવોના મોહરૂપ વિષનો નાશ કરે છે. રસાયન=મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને અજરઅમર બનાવે છે. મંગલાર્થ સ્વગુણોથી મંગલનું કાર્ય કરે છે, અર્થાત્ વિનોનો વિનાશ કરે છે. વિનીત યોગ્ય હોવાથી સ્વભાવથી જ વિનયયુક્ત હોય છે. પ્રદક્ષિણાવર્ત=ભાગનુસારી (મોક્ષમાર્ગરૂપ તાત્ત્વિક માર્ગને અનુસરનાર) છે. ગુરુ=ગંભીર (અતુચ્છ ચિત્તવાળો) હોય છે. અદાહ્ય ક્રોધરૂપી અગ્નિથી ન બળે. અકસ્થ સદા શીલ-રૂપ સુગંધ હોવાથી (દુર્ગુણોરૂપ) દુર્ગધ ન હોય. શુદ્ધસુવર્ણ કષ-છેદ-તાપની પરીક્ષામાંથી પસાર થાય છે. એથી ૮+૩=૧૧ સુવર્ણના ગુણો છે. ૧. દશવૈકાલિક નિર્યુક્તિ ગા.૩૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org