________________
ર૫ર .
સંબોધ પ્રકરણ અને ૪. ઘી– એ ત્રણ વિગઈઓના ચાર ચાર પ્રકારો છે. ૫. તેલ- તલઅળશી-લટ્ટ (કુસુંબીનું ઘાસ) તથા સર્ષવ (સરિસવ)-એ ચારનાં તેલ, તે તેલ વિગઈના ચાર પ્રકારો છે. બાકીનાં (દીવેલ-ડોળીયું-કોપરેલ મગફળી-કપાસિયા-પામોલીન વગેરેનાં) તેલો તેલ વિગઈ નહિ પણ લેપકૃત ગણાય છે. ૬. ગોળ– શેરડીના રસને ઉકાળવાથી બનેલો એક દ્રવ (નરમ-પ્રવાહી) અને બીજો કઠિન, એમ ગોળ વિગઈના બે ભેદો છે. ૭. મધ-આ વિગઈના પણ બે પ્રકારો છે. એક મહુડા-તાડી વગેરેના રસમાંથી બનાવેલો દારૂ કાષ્ટજન્ય અને બીજો લોટને કહોવડાવીને બનાવેલો પિષ્ટજન્ય. ૮. મધ- ત્રણ પ્રકારે છે; એક માખીઓનું, બીજું કુતીયાં (કુંતા નામના ઉડતા) જીવોનું અને ત્રીજું ભમરા (ભમરીઓ) વગેરેએ બનાવેલું. ૯. માંસ- ૧. જળચર(માછલાં વગેરે)નું, ૨.
સ્થલચર(બકરાં વગેરે)નું અને ૩. ખેચર(પક્ષીઓ)નું-એમ માંસ વિગઈના ત્રણ પ્રકારો છે; અથવા ચામડું, લોહી અને માંસ એમ પણ ત્રણ પ્રકારો છે. ૧૦. અવગાહિમ ઘી અથવા તેલમાં ડૂબાડૂબ તળેલા પદાર્થો “અવગાહિમ' કહેવાય છે. સિદ્ધહેમના “માવલિ', ૬-૪-૨૧ સૂત્રથી “મવITદને ભાવ અર્થમાં રૂપ' પ્રત્યય આવવાથી “મવાહિક શબ્દ બને છે.) એનું સ્વરૂપ એવું છે કે–તાવંડી વગેરેમાં ઘી કે તેલ ભરીને, તેમાં “ચલાચલ' એટલે સંપૂર્ણ નહિ પણ ઘી કે તેલનો અમુક ભાગ ખુલ્લો રહે તેમ પુરી-ખાજાં વગેરે એક વાર તળે, તેમાં નવું ઘી કે તેલ પૂર્યા વિના જ ફરી બીજો અને ત્રીજો ઘાણ પણ તળે, એમ ત્રણેય ઘાણનાં ખાજાં-પુરી વગેરેને અવગાહિમ વિગઈ કહેવાય, તે પછી ચોથા ઘાણથી માંડીને તળેલું તે અવગાહિમ વિગઈનું નિવિઆતું ગણાય. એવું નિવિઆનું યોગોહન કરનાર સાધુને નિધિમાં (પકવાન્ન વિગઇના ત્યાગમાં) પણ કહ્યું છે. અથવા બીજી રીતિએ એક જ પુડલા વગેરેથી સઘળું તેલ કે ઘી ઢંકાય, અર્થાત્ તાવડીમાંના ઘી-તેલમાં તળવાની એક જ વસ્તુ ચારેય બાજુ પહોંચી વળે તે રીતે તળેલી પહેલી વખતની વસ્તુ પણ અવગાહિમ વિગઈ અને તે પછીના બીજા વગેરે ઘણોમાં તળેલું અવગાહિમ વિગઈનું નિવિઆનું કહેવાય. એવું નિવિઆનું નિવિમાં પણ કલ્પ છે. ૧૧. પક્વાન્ન- શેકીને બનાવવામાં આવે તે મોહનથાળ વગેરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org