________________
સંબોધ પ્રકરણ
૨૬૦.
બળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ' વગેરેનો મદ (અભિમાન) કરીને, પોતાને મોટો માનીને બીજાને હલકા માનવા, ઇત્યાદિ અભિમાનિકી ક્રિયા ૧૦. અમિત્રક્રિયા– માતા, પિતા કે સ્વજન-સંબંધી અથવા જ્ઞાતિજન વગેરેને તેઓનો અલ્પ અપરાધ છતાં તાડન, તર્જન, દહન વગેરે સ શિક્ષા કરવી (આને ‘મિત્રદ્વેષક્રિયા' પણ કહી છે.) ૧૧. માયાક્રિયા– કપટથી મનમાં જુદું વિચારવું, વચનથી જુદું બોલવું તથા કાયાથી જુદું કરવું. ૧૨. લોભક્રિયા– લોભથી આહારાદિ અશુદ્ધ (દોષિત) લેવાં (વાપરવાં) વગેરે (અથવા પાપારંભમાં કે સ્ત્રીભોગ વગેરેમાં આસક્ત પોતાના ભોગાદિની રક્ષા કરતો બીજા જીવોને મારે, હણે, બાંધે ઇત્યાદિ) ક્રિયા. ૧૩. ઇર્યાપથિકીક્રિયા– મોહનો ઉપશમ કે ક્ષય થવાથી ‘વીતરાગ’ થયેલા આત્માની કેવળ યૌગિક ક્રિયા, જેમાં માત્ર યોગના વ્યાપારથી ત્રિસામયિક કર્મબંધ થાય, પહેલે સમયે બંધાય, બીજે સમયે ભોગવાય અને ત્રીજે સમયે નિર્જરા થઇ જાય. આ તેર ક્રિયાસ્થાનો કહ્યાં.
૧૪ ગુણસ્થાનક
૧. મિથ્યાત્વ, ૨, સાસ્વાદન, ૩. મિશ્ર, ૪. અવિરતસમ્યગ્દષ્ટિ, ૫. દેશવિરતિ, ૬. સર્વવિરતિ પ્રમત્ત, ૭. અપ્રમત્તસંયત, ૮. અપૂર્વકરણ, ૯. અનિવૃત્તિ બાદ૨ સંપરાય, ૧૦. સૂક્ષ્મ સંપરાય, ૧૧. ઉપશાંતમોહ, ૧૨. ક્ષીણમોહ, ૧૩. સયોગીકૈવલી, ૧૪, અયોગીકેવલી.
(૧) મિથ્યાત્વ– મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી ‘જિને જે કહ્યું તે જ સાચું છે' એવી શુદ્ધ માન્યતાથી રહિત જીવોને પહેલું ગુણસ્થાનક હોય છે. પ્રશ્ન શુદ્ધ માન્યતા વિના ગુણોથી મોક્ષપ્રાપ્તિ કેમ થતી નથી ? ઉત્તર– શુદ્ધ માન્યતા વિના ગુણોના સ્વરૂપનું બરોબર જ્ઞાન થતું નથી, તથા એનો જે રીતે ઉપયોગ કરવો જોઇએ તે રીતે ઉપયોગ થતો નથી. કોઇ પણ વસ્તુનો ઉપયોગ કરતાં ન આવડે તો તેનાથી ફળ ન મળે. જેમ કે લક્ષ્મીથી લક્ષ્મી વધારી શકાય છે, થોડી લક્ષ્મીથી શ્રીમંત બની શકાય છે, પણ થોડી લક્ષ્મીનો ઉપયોગ કરતાં આવડે તો. જેને લક્ષ્મીનો વેપાર આદિમાં ઉપયોગ કરવાની આવડત ન હોય અને અનુભવીની સલાહ માનવી ન હોય તે લક્ષ્મી વધારી શકે નહિ, બલ્કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org