________________
સંબોધ પ્રકરણ
૨૫૦.
પંચક આદિ પ્રાયશ્ચિત્તને યોગ્ય અપવાદ વિધિને છોડીને મોટા દોષનું સેવન કરવું. ૩. નિરાલંબ– જ્ઞાનાદિના આલંબન વિના પણ નિષ્કારણ અકલ્પ્યનું સેવન કરવું, અથવા અમુકે કર્યું છે માટે હું પણ કરું છું. ૪ ત્યક્તચારિત્ર–નિર્વાહ ન થાય ત્યારે અપવાદથી અથવા ગ્લાનાદિકારણથી જે અકલ્પ્યનું સેવન કર્યું હોય તેનું જ, નિર્વાહ થાય ત્યારે પણ, નિરોગી બન્યા પછી પણ સેવન કરે. ૫. અપ્રશસ્તઅપ્રશસ્ત ભાવથી બલ, વર્ણ આદિ માટે પ્રાસકનું પણ ભોજન કરે તો દર્પ બને, તો પછી આધાકર્મ આદિ દોષથી યુક્તનું ભોજન કરે તેમાં તો પૂછવું જ શું ? ૬. વિશ્વસ્ત– પ્રાણાતિપાત આદિ અકાર્યને કરતો સાધુ શ્રાવક આદિ સ્વપક્ષથી અને મિથ્યાદષ્ટિ આદિ પરપક્ષથી ભય ન પામે. ૭. અપરીક્ષક ઉત્સર્ગ-અપવાદનો અને લાભ-હાનિનો વિચાર કર્યા વિના દોષોનું સેવન કરે. ૮. અકૃતયોગી— ગ્લાનાદિ કાર્યોમાં ઘરોમાં ત્રણવાર ભ્રમણરૂપ પ્રયત્ન કર્યા વિના જ જે અનેષણીય લે, જેમ કે નિર્વાહ ન થાય વગેરે પ્રસંગે એષણીય (આહારાદિ) માટે ત્રણવાર બધા ઘરોમાં ફરવા છતાં એષણીય આહાર આદિ ન મળે તો ચોથીવાર અનેષણીય લેવું. આવો પ્રયત્ન કર્યા વિના જ પહેલીવારમાં, બીજીવારમાં કે ત્રીજીવારમાં પણ અનેષણીય લે. ૯. અનનુતાપી– જે સાધુ અપવાદથી પણ પૃથ્વી આદિ સંબંધી સંઘટ્ટન, પરિતાપન અને ઉપદ્રવો કરીને હા ! મેં ખોટું કર્યું એમ પશ્ચાત્તાપ ન કરે, તો પછી જે દર્પથી પણ દોષ સેવીને પશ્ચાત્તાપ ન કરે તેનું શું કહેવું ? ૧૦. નિઃશંક— અકાર્ય કરતો સાધુ આચાર્ય આદિ કોઇથી પણ ન ગભરાય. આ લોકથી પણ ન ડરે. ૧૦ સાધુધર્મ
સાધુધર્મના ૧. ક્ષમા, ૨. માર્દવ, ૩. આર્જવ, ૪. મુક્તિ (નિર્લોભતા), ૫. તપ, ૬. સંયમ, ૭. સત્ય, ૮. શૌચ, ૯. આકિંચન્ય અને ૧૦. બ્રહ્મચર્ય એમ દશ ભેદો છે.
તેમાં ૧. ક્ષમા— સશક્ત કે અશક્ત પણ જીવનો સહન કરવાનો અધ્યવસાય-આત્મપરિણામ, અર્થાત્ સર્વ રીતે ક્રોધનો ત્યાગ કરવો(તેના ઉદયને) નિષ્ફળ બનાવવો, તેને ક્ષમા કહેવાય છે. ૨. માર્દવ– અસ્તબ્ધતા અર્થાત્ અક્કડાઇનો અભાવ, અસ્તબ્ધતાના પરિણામને
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org