________________
પરિશિષ્ટ
૨૪૯
રોકવાથી પાંચ ઇન્દ્રિયોનો અસંવર, શાસ્ત્રોક્ત સંખ્યાથી તથા પ્રમાણથી વિપરીત (અનિયત) કે અકલ્પ્ય વસ્ર-પાત્રાદિ ઉપકરણોને ગ્રહણ કરવાં, અથવા જ્યાં-ત્યાં વેરવિખેર પડેલાં વસ્ત્ર-પાત્રાદિને યથાસ્થાન નહિ મૂકવાં તે ૯. ઉપધિ અસંવર, અને સૂચિ(સોય)ના ઉપલક્ષણથી સોયનખરદની-પિપ્પલક આદિ શરીરને ઉપઘાત કરે તેવી અણી(ધાર)વાળી વસ્તુઓને સુરક્ષિત નહિ રાખવાં અને તેના ઉપલક્ષણથી સમસ્ત ઔપગ્રહિક ઉપકરણોનો અસંવર કરવો તે ૧૦. સૂચિ અસંવર ૧૦ સંક્લેશ
દશ પ્રકારનો સંક્લેશ આ પ્રમાણે છે—૧. જ્ઞાનનું અવિશુદ્ધચમાનપણું તે ‘જ્ઞાનસંક્લેશ’. ૨. દર્શનનું અવિશુદ્ધમાનપણું તે ‘દર્શનસંક્લેશ’. અને ૩. ચારિત્રનું અવિશુમાનપણું તે ‘ચારિત્રસંક્લેશ’. તથા મનદ્વારા (મનમાં) સંક્લેશ થાય તે ૪. ‘મનસંક્લેશ’. વચન દ્વારા સંક્લેશ થાય તે ૫. ‘વચનસંક્લેશ’. અને કાયાને આશ્રયીને (રાગદ્વેષાદિ) સંક્લેશ થાય તે ૬. કાયસંક્લેશ. તથા સંયમને અથવા સંયમસાધક શરીરને ઉપધાન એટલે આલંબનભૂત થાય તે ઉપધિ અર્થાત્ સારા-નરસાં વસ્ત્રો વગેરે, તેમાં રાગ-દ્વેષાદિ થાય તે ૭. ઉપષિસંક્લેશ. ઇષ્ટાનિષ્ટ વસતિ (ઉપાશ્રય)ને અંગે સંક્લેશ થાય તે ૮. વસતિસંક્લેશ. ક્રોધાદિક કષાયોને વશ થવાથી ૯. કષાયસંક્લેશ. અને ઇષ્ટાનિષ્ટ આહાર-પાણી વગેરેમાં રાગ-દ્વેષાદિ થાય તે ૧૦. અન્ન-પાન સંક્લેશ. એમ દશ પ્રકારનો સંક્લેશ છે.
૧૦ પ્રતિસેવા
પ્રતિસેવા એટલે નિષ્કારણ કે અવિધિથી દોષોનું સેવન. દર્પ, અકલ્પ, નિરાલંબ, ત્યક્તચારિત્ર, અપ્રશસ્ત, વિશ્વસ્ત, અપરીક્ષક, અમૃતયોગી, અનનુતાપી, નિઃશંક, એમ દશ પ્રતિસેવાના ભેદો છે. ૧. દર્પ– નિષ્કારણ દોડવું, ખાડો, ભીંત વગેરેને ઓળંગવું, મલ્લની જેમ બાહુયુદ્ધ કરવું, લાકડી ભમાવવી વગેરે. ૨. અકલ્પ- અપરિણત પૃથ્વીકાય આદિને લેવું, પાણીથી ભિના, સ્નિગ્ધ અને ધૂળવાળા હાથ અને વાસણથી લેવું, અગીતાર્થે લાવેલા આહાર-ઉપધિનો ઉપયોગ કરવો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org