________________
૨૪૮
સંબોધ પ્રકરણ ૮. દિવસચરિમ કે ભવચરિમ, ૯. અભિગ્રહ અને ૧૦. વિકૃત (વિગઈ)નું-એમ કાળપચ્ચકખાણ દશ પ્રકારે છે.”
પ્રશ્ન– એકાસણાદિમાં કાળનું નિયમન નથી, છતાં તેને કાળપચ્ચખાણ કેમ કહ્યાં?
ઉત્તર–જો કે એકાસણાદિમાં કાળનિયમન નથી, છતાં તે દરેક પ્રાયઃ કાળપચ્ચકખાણ(નમુક્કારસહિય-પોરિસી વગેરે)ની સાથે જ કરાય છે, માટે તેને કાળપચ્ચકખાણ કહ્યાં છે.
૧૦ પયન્ના ૧. ચઉસરણ, ૨. આરિપચ્ચખાણ, ૩. ભક્તપરિજ્ઞા, ૪. સંથારક, ૫. તંદુવૈતાલિક, ૬. ચંદાવિઝય, ૭. દેવેંદ્રસ્તવ, ૮. મહાપચ્ચકખાણ, ૯. મરણસમાધિ અને ૧૦. ગણિવિજા એમ ૧૦ પન્ના છે.
૧૦ સ્થિત કલ્પ કલ્પના આગેલક્ય, ઔદેશિક, શય્યાતરપિંડ, રાજપિંડ, કૃતિકર્મ, વ્રત, જયેષ્ઠ, પ્રતિક્રમણ, માસ અને પર્યુષણ એમ દશ પ્રકાર છે.
૧. આચેલક્ય=વસ્ત્રનો અભાવ, ૨. ઓશિક=ઉદ્દેશથી (=સાધુના સંકલ્પથી) તૈયાર થયેલ, અર્થાત્ આધાકર્મ. ૩. શય્યાતર=વસતિથી સંસારસાગરને તરે તે શય્યાતર, અર્થાત્ સાધુને મકાન આપનાર. શય્યાતરનો પિંડ=ભિક્ષા તે શય્યાતરપિંડ. ૪. રાજપિંડ રાજાની ભિક્ષા. ૫. કૃતિકર્મવંદન. ૬.વ્રત=મહાવ્રતો.૭. જ્યેષ્ઠ રત્નાધિક.૮.પ્રતિક્રમણ આવશ્યક કરવું. ૯. માસ=એક સ્થાને એક માસ સુધી રહેવું. ૧૦. પર્યુષણ સર્વથા એક સ્થાને રહેવું. આનું વિશેષ વર્ણન પંચાશકપ્રકરણ ભાગ બીજામાં છે.
૧૦ ઉપઘાત જુઓ ગુરુ અધિકાર વિભાગ-૨ ગાથા-૨૮૪.
૧૦ અસંવર દશ પ્રકારનો અસંવર આ પ્રમાણે–મન, વચન અને કાયા–એ ત્રણ યોગોની અકુશલ પ્રવૃત્તિને નહિ રોકવાથી ત્રણ યોગોનો અસંવર, પાંચ ઈન્દ્રિયોને ઈષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વિષયોમાં રાગ-દ્વેષ કરતાં નહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org