________________
પરિશિષ્ટ
૨૪૭ ક્ષેત્રમાં, બહાર જાય કે ઘેર રહે, કિન્તુ કરેલા પચ્ચકખાણના સમયે કોઈ કારણે ભોજન લેવું ન હોય તો પચ્ચકખાણ પછીનો ભોજન પહેલાનો કાળ અવિરતિમાં ન જાય તે માટે સંકેત કરે કે-“અંગુઠો છોડું નહિ', વાળેલી મુકિ મૂકું નહિ કે “ગાંઠ છોડું નહિ', અગર “ઘરમાં પ્રવેશ કરું નહિ કે “મારા પરસેવાના બિંદુઓ સુકાય નહિ વા “અમુક સંખ્યામાં શ્વાસોચ્છવાસ પૂરા થાય નહિ અથવા પાણી મૂકવાની આ માંચી, ઘોડી વગેરે ઉપર લાગેલા પાણીના છાંટા સૂકાય નહિ', કિંવા જ્યાં સુધી સળગતો આ દીપક બૂઝાય નહિ (એમ કોઈ પણ સંકેત કરે તે પૂર્ણ ન થાય) ત્યાં સુધી મારે પચ્ચશ્માણ પારવું નહિ, વગેરે તે તે નામનાં સંકેત પચ્ચકખાણો જાણવાં. કહ્યું છે કેસંકુાિવી,--- સી-થિવુ-શોરૂમ . एअं संकेअ भणिअं, धीरेहि अनंतनाणीहि ॥१॥
(માવનિર્યું. ૧૭૮) ભાવાર્થ– “૧. અંગુઠો, ૨. મુઠ્ઠી, ૩. ગ્રંથિ, ૪. ઘર, ૫. સ્વેદપરસેવો, ૬. શ્વાસોચ્છવાસ, ૭. બિંદુઓ અને ૮. જ્યોતિ (દીપકનો પ્રકાશ), એ વગેરે) ચિહ્નોને (સંકેતને) અનંતજ્ઞાની ધીર શ્રી જિનેશ્વરોએ સંકેત પચ્ચખાણ કહ્યું છે.”
એમ સંકેત આઠ પ્રકારનું છે તથા કાળ(સમય)ની મર્યાદાવાળું ૧૦મું અદ્ધા પચ્ચકખાણ દશ પ્રકારનું છે. કહ્યું છે કેनवकारपोरिसीए, पुरिमड्डेगासणेगठाणे अ। માથમિટ્ટે, રમે મ મમ વિકારું ૨૦૨ છે
(yવસારી) ભાવાર્થ– “૧. નવકારસહિત (નમુક્કારસહિય), ૨. પૌરુષી, ૩. પુરિમાદ્ધ, ૪. એકાસણું, ૫. એકલઠાણું, ૬. આયંબિલ, ૭. ઉપવાસ, ૧. એ સંકેત પચ્ચકખાણ એક અથવા ત્રણ નવકાર ગણીને પારી શકાય અને ભોજનાદિ કરીને
પુનઃ કરી શકાય. આહાર-પાણી લેવા સિવાયના સઘળા સમયમાં વિરતિ થાય છે. | એકાસણાદિ વિનાનો છૂટા પચ્ચકખાણવાળો પણ સંકેત પચ્ચકખાણ કરી શકે છે. દરરોજ
એકાસણું કરવા છતાં સંકેત પચ્ચકખાણ કરનારને મહિનામાં લગભગ ઓગણત્રીસ ઉપવાસનું ફળ મળે છે, માટે તે હંમેશા કરણીય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org