________________
૨૪૬
સંબોધ પ્રકરણ તેમાં પણ છ૪ની સાથે છઠ્ઠ, અક્રમની સાથે અટ્ટમ, આયંબિલની સાથે, આયંબિલ, નિવિની સાથે નિવિ, એકાસણાની સાથે એકાસણું (વગેરે) જોડવું તે ૩. સમકોટિસહિત અને ઉપવાસ ઉપર આયંબિલ વગેરે પૂર્વ પચ્ચકખાણથી ઉત્તર પચ્ચકખાણ અન્ય પ્રકારનું કરવું તેવિષમકોટિસહિત જાણવું. અમુક મહિનામાં કે અમુક દિવસમાં અમુક “અક્રમ વગેરે કોઈ નિશ્ચિત્ત પચ્ચખાણ “રોગી કે નિરોગી કોઇ હાલતમાં પણ કરવું જ એવો (નિરપવાદ) નિર્ણય, તે ૪. નિયંત્રણ. આ પચ્ચખાણ ચૌદ પૂર્વધરોનો તથા જિનકલ્પનો વિચ્છેદ થવાની સાથે જ વિચ્છેદ થયું છે કારણ કેતેવા વિશિષ્ટ સંઘયણ કે આયુષ્ય વગેરેના ભાવિ જ્ઞાન વિના આ પચ્ચકખાણ કરવાથી તેનો ભંગ થવાનો પ્રસંગ આવે). જેમાં મહત્તરાગાર' વગેરે આગારો (અપવાદો) રાખવામાં આવે તે ૫. સાગાર, અને જેમાં આગારો રાખવામાં ન આવે તે ૬. અનાગાર (નિરાગાર) પચ્ચકખાણ. અહીં છદ્મસ્થને આવશ્યક હોવાથી “અનાભોગ અને સહસાત્કાર” એ બે આગારો તો અનાગારમાં પણ હોય જ, માટે તે સિવાયના “મહત્તરાગાર' વગેરે આગારો વિનાનુ નિરાગાર જાણવું. જેમાં દત્તી, કવલ (કોળીયા), ઘર કે દ્રવ્યોની ‘અમુક-આટલી સંખ્યાનું પ્રમાણ' (વધુ નહિ વાપરવાનો નિયમ) કરવામાં આવે તે ૭. પરિણામકૃત. (અહીં “હાથ કે પાત્રમાંથી એક સાથે કે એક ધારાથી જેટલો આહાર વગેરે પીરસવામાં આવે તે દત્તી, તેનું પ્રમાણ તે દત્તી પ્રમાણ, સુખે સુખે મુખમાં મૂકી શકાય-ચાવી શકાય તેટલા આહારનો એક કવલ કહેવાય, પુરુષને એવા બત્રીશ અને સ્ત્રીને અઠ્ઠાવીસ કવલપ્રમાણ આહાર મનાય છે. તેમાં ન્યૂન સંખ્યા ધારવી તે કવલપ્રમાણ, અમુક ઘરો સિવાયનાં ઘરોમાંથી આહારાદિ ન લેવાં તે. ઘરપ્રમાણ અને અમુક વસ્તુઓ સિવાયની વસ્તુઓનો ત્યાગ કરવો તે દ્રવ્યપ્રમાણ સમજવું.) ચારેય પ્રકારના આહારનો સર્વથા ત્યાગ કરવો તે ૮. નિરવશેષ, અંગુઠો-મુશ્ચિ-ગાંઠ વગેરે ચિહ્નોવાળું ૯. સંકેત, જેમ કે–ગૃહસ્થ પોરિસી વગેરે પચ્ચખાણ કરીને કાર્યપ્રસંગે બજારમાં, ૧. એ પચ્ચખાણ પ્રથમ સંઘયણવાળા જીવોને પ્રાણાન્ત સંકટ કે ભિક્ષાના સર્વથા અભાવમાં
હોય છે. હાલમાં તેવા સંઘયણનો અભાવ હોવાથી સાગર પચ્ચકખાણ જ થઈ શકે છે. ૨. આ પચ્ચકખાણ વિશેષતઃ મરણ સમયે સંલેખના માટે કરવાનું હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org