________________
૨૪૫
પરિશિષ્ટ અપેક્ષાએ ત્રણ ભેદો છે. તેમાં ચોથા “સમવાય અંગ સુધી શ્રુત ભણેલા, તે ૧. શ્રુતસ્થવિર, જેનો દીક્ષાપર્યાય વીશ કે તેથી વધારે વર્ષોનો હોય, તે ર. પર્યાયસ્થવિર, અને જેની વય સિત્તેર કે તેથી વધારે વર્ષની હોય, તે ૩. વયસ્થવિર જાણવા. ૭. સમનોજ્ઞ– એક જ સામાચારીનું સમ્યગુ આચરણ કરનારા (અન્ય ગણના) સાધુ. ૮. સંઘ-સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાએ ચારનો સમુદાય. ૯. કુળ– એક જ જાતિ(સામાચારી)વાળા ઘણા ગચ્છોનો સમૂહ, જેમ કે–ચાકુળ” વગેરે. ૧૦. ગણ– એક આચાર્યની નિશ્રામાં વર્તતો સાધુસમૂહ, અર્થાત્ અનેક કુળોનો સમુદાય. જેમ કે “કૌટિક ગણ' ઇત્યાદિ ગણ કહેવાય. એ દશને અન્ન, પાણી, વસ્ત્ર, પાત્ર, ઉપાશ્રય, પાટ, પાટિયાં (પાટલા), સંથારો વગેરે ધર્મોપકરણ લાવી) આપવાં (સહાય કરવી) અને શરીરસેવા, ઔષધક્રિયા, અટવીમાં વિહાર, રોગ કે ઉપસર્ગ, વગેરે પ્રસંગોમાં તેઓની રક્ષા-સેવા વગેરે કરવી, તે વેયાવચ્ચ (દશ પ્રકારે) સમજવી.
૧૦ પ્રાયશ્ચિત્ત જુઓ આલચના અધિકાર ગાથા-૪૮ થી ૬૦.
૧૦ પ્રત્યાખ્યાન : ૧. અનાગત, ૨. અતિક્રાન્ત, ૩. કોટિસહિત, ૪. નિયંત્રિત, ૫. આગારસહિત, ૬. અનાગાર, ૭. પરિમાણકૃત, ૮. નિરવશેષ, ૯. સાંકેતિક અને ૧૦. અદ્ધા–એ દશ પચ્ચખાણોનું સ્વયં પાલન કરવું, પણ બીજાને આહાર આપવાનો કે તેવો ઉપદેશ દેવાનો નિષેધ નથી, અર્થાત્ આહાર કે ઉપદેશ આપવા-અપાવવામાં સમાધિ અનુસારે (વધુ લાભ થાય તેમ) વર્તવું.” - તેમાં પર્યુષણા વગેરે પર્વોમાં કરવાનો તપ “વૈયાવચ્ચ કે બીજાં કારણોથી તે દિવસોમાં ન થઈ શકે તો પહેલાં કરી લેવો તે ૧. અનાગત. પર્વદિવસોમાં કરવાનો તપ ભાવના છતાં તેવાં કોઈ કારણોથી ન કરી શકાય, તો કારણ નિવૃત્ત થયે પાછળથી કરવો તે ૨. અતિક્રાન્ત. એક પચ્ચકખાણ પૂર્ણ થતાં સાથે જ બીજું પચ્ચખાણ કરવું-એમ બે પચ્ચકખાણના છેલ્લો-પહેલો બે છેડા ભેગા કરવા તે ૩. કોટિસહિત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org