________________
સંબોધ પ્રકરણ
૨૪૪
પ. ગ્લાન સાધુઓ, ૬. સ્થવિરાદિ અન્ય સાધુઓ, ૭. સમનોજ્ઞ (એક સામાચારીવાળા અન્યગચ્છીય) સાધુઓ, ૮. સંઘ, ૯. કુલ અને ૧૦: ગણ, એ દશની વેયાવચ્ચ કરવાને યોગે વેયાવચ્ચના પણ દશ પ્રકારો થાય છે. કહ્યું છે કે—
आयरिअउवज्झाए, तवस्सिसेहे गिलाणसाहूसुं । समणुन्नसंघकुलगण- वेयावच्चं हवइ दसहा ॥ ५५७ ॥
(પ્રવચનસારો)
ભાવાર્થ— “આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ, ગ્લાન, સ્થવિર સાધુઓ, એક સામાચારીવાળા અન્યગચ્છીય સાધુઓ, સંઘ, કુળ અને ગણ, એ દશની વેયાવચ્ચ દશ પ્રકારની જાણવી.’
તેમાં ૧. આચાર્ય– સાધુ જેની સહાયથી જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારના આચારોનું આચરણ કરે, અથવા તેને માટે સાધુ જેની સેવા કરે, તે આચાર્ય કહેવાય. તેનાં પાંચ પ્રકારો છે. ૧. પ્રવ્રાજકાચાર્ય- દીક્ષા આપનાર. ૨. દિગાચાર્ય– સચિત્ત-અચિત્ત કે મિશ્ર પદાર્થોને સંયમ અર્થે લેવાની, વાપરવા વગેરેની અનુજ્ઞા-અનુમતિ આપે તે. ૩. ઉદ્દેશાચાર્ય– જે પ્રથમથી જ (નામનો નિર્દેશ કરીને સૂત્ર-પાઠ આપે) શ્રુતનો ઉદ્દેશ કરે તે. ૪. સમુદ્દેશાનુશાચાર્ય– ઉદ્દેશ કર્યા પછી ઉદ્દેશાચાર્યના અભાવે તે જ શ્રુતનો જે સમુદ્દેશ (અર્થ ભણાવે, અથવા સૂત્રને સ્થિર કરવાનો ઉપદેશ) કરે અને અનુજ્ઞા (અન્યને ભણાવાવનો આદેશ) કરે તે. ૫. આમ્નાયાર્થવાચકાચાર્ય- ઉત્સર્ગ-અપવાદરૂપ અર્થને, અર્થાત્ આગમના રહસ્યને સમજાવનારા ઉપકારી જે ગુરુ (યોગ્ય સાધુને) સ્થાપનાચાર્ય અને આસનની અનુજ્ઞા આપે તે. એમ આચાર્યના પાંચ પ્રકારો સમજવા. ૨. ઉપાધ્યાય– આચાર્યની આજ્ઞાથી જેની ‘ઉપ’=સમીપે જઇને સાધુઓ આચારના વિષયને જણાવનારા જ્ઞાનને ‘અધીયન્તે’=ભણે, તે ‘ઉપાધ્યાય’ જાણવા. ૩. તપસ્વી— અક્રમ કે તે ઉપરાંત કઠોર તપ કરનારો સાધુ. ૪. શૈક્ષ– તુરતનો નવદીક્ષિત સાધુ, અર્થાત્ સાધુતાની શિક્ષા મેળવતો હોય તે શૈક્ષ. પ. ગ્લાન– જ્વર વગેરે બીમારીવાળો સાધુ. ૬. સ્થવિર– તેના શ્રુત, પર્યાય અને વયની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org