________________
પરિશિષ્ટ
૨૪૩ તેનું સમાધાન જણાવે છે કે –“એવી શંકા કરવી નહિ, કારણ કે– આજ્ઞારુચિમાં મુખ્યતા અનુષ્ઠાનની નહિ, પણ આજ્ઞાની છે (એટલે કેઆજ્ઞામાં રુચિ છે) અને ક્રિયારુચિમાં તો આજ્ઞા વિના પણ અનુષ્ઠાનની રુચિ છે, આજ્ઞાની મુખ્યતા તેમાં નથી; એમ બેમાં ભેદ છે. આ હેતુથી જ જે મહર્ષિઓને ક્રિયા સર્વથા સામ્યરૂપ એટલે આત્મસાત બની ગઈ છે, કોઇની આજ્ઞા કે શાસ્ત્રવચનની અપેક્ષા રહી નથી, તેવા પરિણત ચારિત્ર-ક્રિયાવંત મુનિઓને શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે “ફો ૪રરિાગો” ત્તિ એ વચનથી “ચારિત્ર કાયા' એવું વિશેષણ આપ્યું છે, અર્થાત્ તેઓની કાયાનેય ચારિત્રરૂપ માની છે.
(૯) સંક્ષેપરુચિ– જે જીવને બૌદ્ધ, સાંખ્ય આદિ મિથ્યાદર્શનોમાં આગ્રહ નથી, તેમ તે જૈનદર્શન પણ યથાર્થ સમજયો નથી, તેવા આત્માની માત્ર મોક્ષમાં રુચિ, તે “સંક્ષેપરુચિ-સમક્તિ છે. જેમ માત્ર ઉપશમ-સંવર-વિવેક એ ત્રણ પદ સાંભળતાં જ, જૈન તત્ત્વનું જ્ઞાન ન હોવા છતાં ચિલાતીપુત્રને તેમાં રુચિ થઈ, તેમ વિશિષ્ટ જ્ઞાન વિના પણ મોક્ષતત્ત્વની ઋચિ થાય, તે “સંક્ષેપરુચિ-સમકિત કહેવાય છે. અહીં મોક્ષતત્ત્વની રુચિ' એ અંશને છોડીને “અન્ય દર્શનમાં આગ્રહરહિતપણું અને જૈનદર્શનમાં જ્ઞાનરહિતપણું” એ બે વિશેષણોને જ લક્ષણરૂપ માનીએ, તો મૂચ્છ વગેરે દશાવાળા જીવમાં પણ એ ઘટી જાય અને તેથી મૂછિત આત્મામાં પણ આ સમકિતની સિદ્ધિ થઈ જાય, કે જે અઘટિત છે; માટે એ બે વિશેષણવંત જીવની મોક્ષતત્ત્વની રુચિને “સંક્ષેપરુચિસમકિત સમજવું.
(૧૦) ધર્મચિ માત્ર “ધર્મ શબ્દને સાંભળીને જ તેમાં પ્રીતિ થાય અને તેથી તે ધર્મ શબ્દનું વાચ્ય (ધર્મ શબ્દથી ઓળખાતું) જે યથાર્થ ધર્મતત્વ' તેમાં રુચિ-શ્રદ્ધા પ્રગટે, તે ધર્મસચિ-સમકિત કહેવાય છે.
૧૦ વેયાવચ્ચ વ્યાપાર (પ્રવૃત્તિ) કરનારો વ્યાકૃત અને તેનું કાર્ય, અથવા તેનો ભાવ એટલે વ્યાકૃતપણું તે જ “વૈયાવચ્ચ એમ શબ્દસિદ્ધિ સમજવી. તેના ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. તપસ્વી, ૪. નવદીક્ષિત-શૈક્ષ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org